Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > દેશની સૌથી વધારે વેચાનાર SUV બની Kia Seltos, 4 મહિનામાં વેચાઇ ગઇ હજારો ગાડીઓ

દેશની સૌથી વધારે વેચાનાર SUV બની Kia Seltos, 4 મહિનામાં વેચાઇ ગઇ હજારો ગાડીઓ

0
2184

સાઉથ કોરિયાની બીજી સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની Kia Motorsએ માત્ર ચાર મહિનામાં 40,000 Kia Seltos એસયૂવી કાર વહેંચી નાખી છે. Kia મોટર્સે દાવો કર્યો છે કે, તેમણે નવેમ્બરમાં જ 14,005 કારનો વેપાર કર્યો છે. કંપની અનુસાર તે, ભારતની ચૌથી સૌથી મોટી કંપની બની ગઈ છે. જણાવી દઈએ કે, ભારતમાં Kia Motorsએ પોતાની માત્ર એક જ કાર Seltosને લોન્ચ કરી છે.

કંપનીનું કહેવુ છે કે, “Seltos SUVના 86,840 યુનિટનું બૂકિંગ થઇ ચૂક્યું છે. કંપનીએ ઓગસ્ટમાં 6,236, સપ્ટેમ્બરમાં 7,754 અને ઓક્ટોમબરમાં 12,854 કારો વહેંચી છે. Kia Seltosની વેટિંગ લિસ્ટ ઓછુ કરવા માટે ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન અને ડીઝલ ઓટો વેરિએન્ટનું ઉત્પાદન કરી રહ્યાં છીએ.”

ભારતમાં Kia Motorsના ઉપાધ્યક્ષ મનોહર ભટ્ટે કહ્યું કે, અમારી 100 દિવસની યાત્રા ખૂબ સારી રહી છે. લોકોએ અમને ખૂબ જ પ્રેમ આપયો તે માટે ધન્યવાદ. અમે યૂવી સેગમેન્ટને આગળ વધારનાર Kia Seltos માટે લોકોની જોરદાર પ્રતિક્રિયાને જોઇ રહ્યાં છીએ. તેમને કહ્યું કે, અમે સેલ્ટોસ અને આવનાર નવા ઉત્પાદનો દ્વારા દેશને આશ્ચર્યચકિત કરતા રહીશું.

Kia Seltosમાં 37 કનેક્ટિંગ ફિચર્સ
Kia Seltos એક કનેક્ટેડ કાર છે, જેમા નેવિગેશન, સેફ્ટી અને સિક્ટોરિટી, વ્હીકલ મેનેજમેન્ટ અને રિમોટ કન્ટ્રોલ જેવા ઘણા ફીચર્સ પણ સામેલ છે. તે ઉપરાંત નેવિગેશનની સાથે 10.25 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આ કારમાં 8- સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, 8-ઈન્ચ હેડ્સ-અપ ડિસ્પ્લે, 360 ડિગ્રી સરાઉન્ડ કેમરો અને એર પ્યૂરિફાયર જેવા ફિચર્સ પણ શામેલ છે. સેફ્ટી માટે તેમા 6 એરબેગ,એબીએસ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, ઈએસસી, હિલ સ્ટાર્ટ અસિસ્ટ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર અને એક બ્રેક-ફોર્સ અસિસ્ટ સિસ્ટમ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

BS6 એન્જિન સાથે સજ્જ Kia Seltosમાં ત્રીજી પેઢીનું સ્માર્ટસ્ટ્રીમ એન્જિનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ત્રણ વેરિએન્ટ 1.5 લીટર પેટ્રોલ,1.5 લીટલ ડીઝલ અને 1.4 લીટર ટર્બો પેટ્રોલમાં મળે છે. આ એન્જિન ત્રણ ઓટોમેટિક ટ્રાન્સમિશન 7-સ્પીડ ડુઅલ ક્લચ ટ્રન્સમિશન, આઈવીટી અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે આવે છે.

માઈલેજ અને કિંમત
Kia Seltosની માઈલેજ 16થી 21 કિમી પ્રતિલીટર છે. જ્યારે તેના અક્સ-શોરૂમ કિંમત 9.69 લાખ રૂપિયાથી 16.99 લાખ રૂપિયા નક્કી છે.

મહિલા ક્રિકેટરે ડેબ્યૂ મેચમાં રચ્યો ઈતિહાસ, ટી-20મા એક પણ રન આપ્યા વગર ઝડપી હેટ્રિક