ઉત્તરાયણ નાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલમાં આકાશમાં રંગબેરંગી પતંગો દેખાઈ રહ્યા છે અને હાલમાં બજારમાં પણ દોરી પતંગ લેવા માટે મોટી ભીડ ઉમટી રહી છે ત્યારે આ વચ્ચે મહેસાણા જિલ્લામાં દોરી વાગવાની ઘટના બની છે.
ખેરાલુ તાલુકાના મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રી પ્રજાપતિ ગાંડાભાઇ મોતીભાઇ એક્ટિવા લઇ ખેરાલુથી મંડાલી તરફ આવી રહ્યા હતા તેવા સમયે તેમને ગળામાં કાતિલ દોરી ફસાઇ જતાં ગાલ કપાઇ ગયો હતો.
મલેકપુર પાટિયા નજીક એક્ટિવા પહોંચતા આ ઘટના બની હતી તેમને મોઢાના ભાગે દોરી વાગતાં ગંભીર ઇજાઓ પહોંચતાં લોહીલુહાણ હાલતમાં તેઓ નીચે પડ્યા હતા જ્યાંથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને ત્યારબાદ વધુ વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં અને ત્યાંથી મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા