Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખેડા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ મિત્રોના કરુણ મોત

ખેડા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ મિત્રોના કરુણ મોત

0
116

મેહમદાવાદ બજારમાં મિત્રો સાથે બાઈક પર પતંગ દોરી લેઈ ઘરે પરત ફરી રહેલા ત્રણ યુવકોને ખેડા હાઈવે પર ટ્રક ચાલકે અડફેટે લેતા ત્રણેયના મોત થયા હતા. આ બનાવને લઈ સમગ્ર પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, મહેમદાવાદના ગાડવાના સુરેશભાઈ બુધાભાઈ પરમાર, પોતાના મિત્રો સુનીલ પુંજાભાઈ રાઠોડ, સતીષભાઈ રમેશભાઈ પરમાર, ભત્રીજો રતનસિંહ અમરસિંહ પરમાર, મનહરભાઈ રણછોડભાઈ ચૌહાણ ઉત્તરાયણના આગલા રાત્રે સાડા અગિયારવાગે પતંગ દોરી કપડાં લેવા માટે બે બાઈકો પર મહેમદાવાદ બજારમાં જવા નીકળ્યા હતા. ત્યાંથી પતંગ દોરી ખરીદી પાંચેય મિત્રો બે જુદી જુદી બાઈકો પર પરત ઘરે આવી રહ્યા હતા.

રાત્રિના બે વાગ્યાના સુમારે જ્યારે પાંચેય યુવાનો બે અલગ અલગ બાઈકો પર ઘરે આવી રહ્યા હતા ત્યારે મહેમદાવાદ ટી પોઈન્ટ પાસે સુનિલે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવા જતા સામેથી અચાનક બીજી ટ્રક આવી હતી. અને સુનીલનું બાઈક આગળ જતી ટ્રક સાથે અથડાતા ત્રણેય ટ્રક નીચે પટકાયા હતા અને ટ્રકનું વ્હીલ તમામના ઉપરથી ફરી વળતા ત્રણેયનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

આ બનાવને લઈ પરિવારનોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતદેહોને પીએમ અર્થે મહેમદાવાદની હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9