કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પીએમ મોદી વિશેના નિવેદન પર ભાજપે વળતો જવાબ આપતા કહ્યું છે કે ગાંધી પરિવાર મોદીને નફરત કરે છે. ભાજપે દાવો કર્યો કે ખડગેએ પીએમ મોદીને ‘રાવણ’ કહ્યા.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ મંગળવારે આ સંબંધમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો કર્યો કે ખડગેએ સોનિયા ગાંધીના કહેવા પર પીએમ મોદીનું અપમાન કર્યું. ગુજરાતની જનતા તેમને અરીસો બતાવશે.
ખડગેએ શું કહ્યું?
ગુજરાત ચૂંટણી પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પૂછ્યું હતું કે, “તમારો ચહેરો કેટલી વાર જૂએ. કાઉન્સિલરની ચૂંટણીમાં તમારો ચહેરો દેખ્યો, ધારાસભ્યની ચૂંટણીમાં તમારો ચહેરો, સાંસદની ચૂંટણીમાં તમારો ચહેરો. બધે જ તમારો ચહેરો આગળ ધરવામાં આવેછે.” તમારી પાસે કેટલા ચહેરા છે? શું તમારી પાસે રાવણ જેવા 100 ચહેરા છે?”
અન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેએ પીએમ મોદીને ‘જૂઠાણાંના સ્વામી’ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ એક પછી એક જૂઠ બોલી રહ્યા છે.
આ નિવેદન પર આક્રમક વલણ અપનાવતા સંબિત પાત્રાએ કહ્યું કે મધુસૂદન મિસ્ત્રીએ પીએમ મોદીની ‘સ્ટેટસ’ બતાવવાની વાત કરી હતી, સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા, અલકા લાંબાએ કહ્યું હતું કે તેઓ ‘અક્ષમ’ હતા. પીએમ મોદીને રાવણ કહેવા એ ઘોર અપમાન છે. ખડગેનું નિવેદન સમગ્ર ગુજરાતનું અપમાન છે.
એક વખત ફરીથી બીજેપી કોંગ્રેસ નેતાઓના જૂના નિવેદનો સામે ધરીને બાજી મારવાની કોશિશમાં લાગી છે, તો કોંગ્રેસના વર્તમાન નિવેદનોને ઉંધા ટ્રેક ઉપર લઇ જઇને ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા જઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, પાછલા 27 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભાજપાને અપક્ષના નેતાઓના નિવેદનોનો સહારો લેવો પડી રહ્યો છે. તેઓ પોતાનો વિકાસ બતાવવામાં અસફળ રહી રહ્યાં છે, તો બીજી તરફ અપક્ષ સહિતની રાજકીય પાર્ટીઓ મોંઘવારી, બેરોજગારી, બેકારી વગેરે જેવા મુદ્દાઓને લઈને સત્તાધારી બીજેપી પાસેથી જવાબ માંગી રહી છે.
જોકે, જવાબ આપવીના જગ્યાએ બીજેપી 2022ની ચૂંટણી જીતવા માટે બેકાર મુદ્દાઓને હવા આપી રહ્યું છે, જે સામાન્ય વ્યક્તિના જીવનમાં કોઈ જ પરિવર્તન લાવી શકે તેવા નથી. સામાન્ય લોકોને સપર્શતા મુદ્દાઓને ગાયબ કરવામાં આવી રહ્યાં છે. તે અંગે બીજેપી મૌન થઈ ગઈ છે. જે ગંભીર ચિંતાની બાબત છે.