Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાડિયામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ કોંગ્રેસના વિજયરથમાં પાડ્યું પંચર

ખાડિયામાં ઓવૈસીની AIMIM પાર્ટીએ કોંગ્રેસના વિજયરથમાં પાડ્યું પંચર

0
98
  • કોંગ્રેસને મળેલી હાર કરતા વધુ મતો તો ઓવૈસીના ઉમેદવારો લઇ ગયા
  • AIMIMએ ભાજપની બી ટીમના આરોપ સાચા સાબિત હોવાનું કામ કર્યું

અમદાવાદઃ અમદાવાદના ખાડિયા (Khadia Result) વોર્ડમાં કોંગ્રેસના વિજયરથમાં ઓવૈસીની AIMIM પાર્ટીએ પંચર પાડી દીધું. જેના લીધે ભાજપ ત્રણ દાયકાથી પોતાના ગઢને સાચવવામાં સફળ રહ્યો. અલબત્ત બહુ જ રસાકસી બાદ તેને પેનલ વિજય નસીબ થયો.

ઓવૈસીની મીમને ભાજપની બી ટીમ હોવાનો આરોપ મૂકાય છે. આ પરિણામ જોઇ લોકોના આરોપ અંગે વિચારવાનું જરુર મન થઇ જાય. કારણે કે ખાડિયામાં કોંગ્રેસના ઉમેદવારોને મળેલા મત અને ભાજપ ઉમેદવારોની જીતની સરસાઇ કરતા વધુ મતો AIMIMના ઉમેદવારો લઇ ગયા.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી, કેજરીવાલે કહ્યુ- નવી રાજનીતિની શરૂઆત

પ્રારંભિક રાઉન્ડમાં ભાજપની ચિંતા વધી હતી

રવિવારે યોજાયેલી રાજયના 6 મહાનગરોની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે સવાર 9 વાગ્યાથી શરુ થઇ હતી. જો કે અમદાવાદની પ્રતિષ્ઠિત ખાડિયા (Khadia Result)બેઠકની મતગણતરી વિલંબથી શરુ થઇ હતી. પ્રારંભમાં કોંગ્રેસના ઉમેદવારો લીડ મેળવી રહ્યા હતા. ત્યારે ભાજપની ચિંતામાં વધારો થઇ ગયો. પરંતુ અંતે તેના ચારેય ઉમેદવારો જીતી ગયા.

ઓવૈસી તેમના તમામ ઉમેદવારો લઘુમતી વર્ચસ્વવાળા વિસ્તારોમાં જ ઉભા રાખે છે. જ્યાં મોટાભાગના મુસ્લિમ મતદારો હોય છે. ખાડિયામાં પણ જોઇએ તો આ મુસ્લિમ મતો મીમને ગયા હોવાની સંપૂર્ણ શક્યતા છે. ઉમેદવારોને પૂર્ણ થયેલા10 રાઉન્ડના અંતે મળેલા મતો પર નજર નાંખતા કોંગ્રેસને પડેલો માર ધ્યાને આવશે.

Khadia Result

Khadia Result

ખાડિયા વોર્ડ નંબર 28નું ફાઇનલ પરિણામ

ભાજપ ઉમેદવાર        કોંગ્રેસ ઉમેદવાર      મીમ ઉમેદવાર
ઉમંગ નાયક            19906 દેવર્ષિ શાહ   17064 મુનાફમુલ્લાજી      6477
ગીતાબેન પરમાર    19453 શહનવાઝ     13967 નિલોફર એમ         7108
પંકજ ભટ્ટ                19006 રઝિયા સૈયદ 12665 ઇમ્તિયાઝ ખાન      7883
નીકીબેન મોદી        20273 બિરજુ ઠક્કર 13547

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં ભાજપની ભવ્ય જીત, 52માંથી 44 બેઠકો પર કમળ ખીલ્યું

1.– આ કોઠાને જોતા લાગે છે કે મીમના ઉમેદવારોએ કોંગ્રેસની વોટબેન્કને તોડી. જેનો સીધો લાભ ભાજપને થઇ ગયો. જેમાં ભાજપના ઉંમેગ નાયકને 19906 વોટ મળ્યા. તેમના નજીકના હરિફ કોંગ્રેસનાં દેવર્ષિ શાહને 17064 મત આવ્યા. જ્યારે મીમના મુનાફ મુલ્લાજી 6477 મત ખેંચી ગયા. જો તે વોટ પણ દેવર્ષિના ફાળે આવત તો તેમના મતોની સંખ્યા આશરે 23541 જેટલા થઇ શક્યા હોત.

2.—એવી જ રીતે ભાજપના ગીતાબેન પરમાર 19453 મત મેળવી જીતી ગયા. તેમના હરિફ કોંગ્રેસના શહનવાઝના ફાળે 13967 મતો આવ્યા તો મીમની નીલોફર 7108 વોટ ખેંચી ગયાં . તે વોટનું શેરિંગ શહનવાઝમાં કરવામાં આવે તો તેમના મતોની સંખ્યા 21075 જેટલી થઇ શકી હોત.

3…જ્યારે ભાજપના પંકજ ભટ્ટને 19006 મત મળ્યા. તો કોંગ્રેસના હરિફ રઝિયા સૈયદને 12665 અને બિરજુ ઠક્કરને 13547 વોટ મળ્યા. જ્યારે મીમના ઉમેદવાર ઇમ્તિયાઝ ખાન 7883 વોટ લઇ ગયા. આ વોટ કોંગ્રેસને ફાળે ગણવામાં આવે તો એટલે કે રઝિયા સૈયદના વોટમાં જોડવામાં આવે તો તેમના મતોની સંખ્યા 20548 થઇ શકી હોત.

આમ ભાજપની પેનલમાંથી નીકીબેન તો 20273 મતો સાથે જીતી જ ગયા છે. પરંતુ ઓછામાં ઓછી અન્ય ત્રણ બેઠકો કોંગ્રેસ જીતી શકી હોત. જેમાં ખાડિયા વોર્ડના વિજેતા 4 ઉમેદવારોનું ગણિત આવી રીત થાત. પરંતુ આ રિઝલ્ટ જો અને તો…ની શક્યતા પર આધારિત છે. તેવો લોકમત પ્રવર્તતો હતો.

ખાડિયાનું મીમની ગેરહાજરીવાળુ સંભવિત પરિણામ Khadia Result

ઉમેદવાર વોટ
દેવર્ષિ શાહ (કોંગ્રેસ) 23541
શહનવાઝ શેખ (કોંગ્રેસ) 21075
રઝિયા સૈયદ (કોંગ્રેસ) 20548
નીકી બેન મોદી (ભાજપ) 20273

કોંગ્રેસે શહનવાઝને શા માટે કોંગ્રેસથી ખસેડ્યા? એક સવાલ

અહીં રાજકીય વિશ્લેષકોનો એક મત એવો પણ હતો કે જમાલપુરના સિટિંગ કોર્પોરેટર શહનવાઝ શેખને ત્યાંથી હટાવી શા માટે ખાડિયા જેવા ટફ વોર્ડમાં ઊભા રાખ્યા? શું કોંગ્રેસ મુસ્લિમ બહુમતવાળા વિસ્તારોમાં એક બિનમુસ્લિમ મહિલાને ટિકિટ આપી. ત્યાં જો શહનવાઝ ઊભા રહ્યા હોત તો તેમના જીતવાની શક્યતા બળવત્તર હતી. કારણ કે તેમણે ખાડિયામાં પણ 13 હજારથી વધુ અંકે કર્યા. જે તેમની પ્રતિષ્છા પ્રતિપાદિત કરે છે.

આ પણ વાંચોઃ 6 મનપામાંથી સૌરાષ્ટ્રના 3 કોર્પોરેશનમાં ભાજપે મેળવી લીધી બહુમતી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat