Gujarat Exclusive > દેશ-વિદેશ > NIAને મોટી સફળતા, કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરાર આરોપીની ધરપકડ

NIAને મોટી સફળતા, કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં ફરાર આરોપીની ધરપકડ

0
101
  • ગોલ્ડ સ્મગલિંગ કેસનો મુખ્ય આરોપી UAEથી ડિપોર્ટ કરાયો Kerala Gold Smuggling Case
  • રબિંશ હમીદ UAEથી કોચ્ચિ પહોંચવા પર કરાઈ ધરપકડ
  • 15 કરોડ રૂપિયાના સોનાની દાણચોરીનો છે આરોપ 

તિરુવનંતપુરમ: કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં (Kerala Gold Smuggling Case) ફરાર આરોપી રબિંસ હમીદની કોચ્ચિ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. આ કેસમાં રબિંસ હમીદની ધરપકડને ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે. NIAની પૂછપરછ દરમિયાન કેરળ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં (Kerala Gold Smuggling Case) આ આરોપી પાસેથી મહત્વની જાણકારી મળવાની સંભાવના છે.

આ મામલે (Kerala Gold Smuggling Case) ઈન્ટરપોલ દ્વારા બ્લૂ કોર્નર નોટિસ ઈસ્યૂ થયા બાદ UAE સરકારે રબિંસ હમીદને ડિપોર્ટ કરી દીધો હતો. જે બાદ NIAએ આજે હમીદની કોચ્ચિ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી છે.

જણાવી દઈએ કે, કેરળ ગોલ્ડ સ્મગલિંગનું (Kerala Gold Smuggling Case) કનેક્શન અંડરવર્લ્ડ સાથે સંકળાયેલું છે. NIAને આશંકા છે કે, આ મામલે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમનો હાથ પણ હોઈ શકે છે.

આ પણ વાંચો: PM મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ પર તોળાતું સંકટ! ટ્રાયલ વખતે ફટાકડા ફોડવાની ફરજ

હકીકતમા ગોલ્ડ સ્મગલિંગનો આ કેસ (Kerala Gold Smuggling Case) 5 જુલાઈના રોજ સામે આવ્યો હતો. 5 જુલાઈ કસ્ટમ વિભાગના અધિકારીઓએ એક ડિપ્લોમેટિક બેગેજ પકડી હતી. જે UAEથી મોકલવામાં આવી હતી. વિદેશ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ તેને ખોલીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેગમાંથી લગભગ 15 કરોડ રૂપિયાનું 30 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું.

આ મામલે (Kerala Gold Smuggling Case) NIAએ સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયર સહિત કેટલાક અન્ય લોકોને આરોપી બનાવ્યાં છે. આ લોકો વિરુદ્ધ અલગ-અલગ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.