Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ

0
51

Kevadia Tent City રાજપીપળા: કેવડિયા ટેન્ટસિટી 2 ખાતે ઈન્ક્મટેક્સ એપિલેટેડ ટ્રીબ્યુનલનું રાષ્ટ્રીય સંમેલન 2021ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે દીપ પ્રજ્વલિત કરી સંમેલન 2021 ને ખુલ્લો મુક્યો હતો.આ બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનના ઉદ્ધઘાટન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પી.પી.ભટ્ટ, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયાના તુષાર મહેતા તેમજ ઇન્ડિયન લો સેક્રેટરી એ.કે.મ્હેદીરાત્તાજી ઉપસ્થિત રહ્યા હતા. Kevadia Tent City

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ની 2 દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે.ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન પીપી ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફ રન્સ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, મહત્વના 3 વિષયો પૈકી દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, ઈન્ટરનેશનલ ટેક્સસેશન અને ઘણી વખત ડબલ ટેક્સસેશન ના પ્રોબ્લેમ આવતા હોય છે તેના પર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે. Kevadia Tent City

આ પણ વાંચો: દારૂ પીને મારપીટ કરતો હોવાથી પત્નીએ પતિની હત્યા કરી, કોર્ટે પત્નીને આજીવન કેદની સજા ફટકારી

આ કોન્ફ્રન્સમાં 200 જેટલા સ્ટોક હોલ્ડરો ઈન્ક્મટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એપેલેટ ટ્રીબ્યુનલના મેમ્બર અને એડવોકેટ આ કોન્ફ્રન્સમાં ભાગ લેવા માટે આવ્યા છે.આ કોન્ફ્રન્સમાં બ્લેક મની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે.બ્લેક મની ઈકોનોમી પર અસર કરે છે.બ્લેકમની બાબતે કેટલું કડક થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફ્રન્સમાં ચર્ચા કરવામાં આવશે.જો આવી કોન્ફ્રન્સમાં સમયાંતરે થાય તો દેશના કોઈ ઈશ્યુ હોય તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકાણ પણ વહેલું આવી શકે છે.રવિવારે કોન્ફરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદામંત્રી રવિશંકર પ્રસાદ હાજર રહેશે.સુપ્રીમ કોર્ટના જજ એમ.આર.શાહે જણાવ્યું હતું કે બ્લેક મની એક્ટની પણ ચર્ચા થશે.બ્લેક મની પેરેરલ ઈકોનોની બહુ મોટી અસર કરે છે. Kevadia Tent City

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat