Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પૂર્વ CM Keshubhai Patel વધુ એક વર્ષ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટના સુકાની

પૂર્વ CM Keshubhai Patel વધુ એક વર્ષ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટના સુકાની

0
103
  • વીડિયો કોન્ફ્રન્સિંગમાં Keshubhai Patel અંગે લેવાયો નિર્ણય
  • PM મોદી,  અડવાણી, અમિત શાહના સહિત ટ્રસ્ટી હાજર રહ્યા

નવી દિલ્હીઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ (Keshubhai)પટેલની વધુ એક વર્ષ માટે સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ટ અડવાણી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મંદિર ટ્રસ્ટીઓની વીડિયો કોન્ફ્રન્સિંગના બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિર ટ્રસ્ટ 8 ટ્રસ્ટીઓનું બોર્ડ

કેશુભાઇ (Keshubhai)હાલમાં પણ સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ છે, તેમની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટ 8 સભ્યોનું એક બોર્ડ છે. હાલમાં તેમા 7 સભ્યો છે. જેમાં PM નરેન્દ્ર મોદી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ, હર્ષવર્ધન નિયોટિયા (અંબુજા પરિવાર ), પી.કે. લહેરી અને જી.ડી.પરમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Unlock-5: સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ ખુલશે, શાળા કોલેજોનો નિર્ણય રાજ્યો પર

PM મોદીના પ્રસ્તાવને તમામ ટ્રસ્ટીઓનો ટેકો

અધ્યક્ષ તરીકે કેશુભાઇ પટેલ (Keshubhai Patel)ની વરણી અંગેનો પ્રસ્તાવ નરેન્દ્ર મોદીએ કર્યો હતો. જેને માજી નાયબ વડાપ્રદાન અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ ટેકો આપ્યો હતો, બાદમાં તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસાદ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ટ્રસ્ટને ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી.

ટ્રસ્ટની 116મીમાં અગાઉના નિર્ણયો અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્ટની નાણાંકીય બાબતોની વિચારણા કરાઇ હતી. દેશનાં મહત્વનાં શહેરોમાં સોમનાથ ઉત્સવ ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. 51શક્તિપીઠોમાં વિલુપ્ત થયેલી ચંદ્રભાગા શક્તિપીઠની સોમનાથના પ્રભાસ ક્ષેત્રમાં પુન:સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું.

આ પણ વાંચોઃ ગુરુવારે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમેટીની બેઠક, પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને ફી ભરવામાંથી મુક્તિ અપાશે

ટ્રસ્ટની આવક અને અસ્કયામતો 321.09 કરોડ

મીટિંગમાં ટ્રસ્ટની આવક અને અસ્કયામતો અંગે ચર્ચા થઇ હતી. જે મુજબ તેમાં નોંધપાત્ર વધારો થતાં ટ્રસ્ટની માલ-મિલ્કત 321.09 કરોડ થઇ ગઇ છે. ઉપરાંત ટ્રસ્ટે કોરોના મહામારીમાં 2.62ના કરાયેલા ખર્ચને પણ બહાલી આપી હતી.

અડવાણી બાબરી કેસમાં મુક્ત થયા બાદ બેઠકમાં જોડાયા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી બુધવારે બાબરી ધ્વંસ કેસમાં દોષમુક્ત થયા બાદ વીડિયો કોન્ફ્રન્સિંગથી ટ્રસ્ટની બેઠકમાં જોડાયા હતા. CBIની સ્પેશિયલ કોર્ટના જજ એસકે યાદવે પોતાના 2000 પાનાના ચુકાદામાં અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહિત કેસના તમામ 32 આરોપીઓને દોષમુક્ત ઠેરવ્યા હતા.

પીકે લહેરીએ આપી મીહિતી

મીટિંગ અંગે ટ્રસ્ટી સભ્ય પી.કે.લહેરીએ જણાવ્યુ હતુ કે, મીટિંગમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા-વિચારણા થઇ હતી અને પાંચ વર્ષ દરમિયાન યાત્રિઓને આપવામાં આવેલ સુવિધા અંગે વડાપ્રધાન નરેન્દ્રમોદીને બુકલેટ અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

સોમનાથ દર્શને આવતા દેશ-વિદેશના ભાવિકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અને રહેવા-જમવાની સુવિધા મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરાનાર છે.