Gujarat Exclusive > રાજનીતિ > કેરળ: એક બેઠક જીતનારી BJP અન્ય પક્ષની કેમ વધારી રહી છે ચિંતા?

કેરળ: એક બેઠક જીતનારી BJP અન્ય પક્ષની કેમ વધારી રહી છે ચિંતા?

0
35

કોચ્ચી: કેરળ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની માત્ર એક બેઠક છે. આ વખતે ભાજપ પહેલા કરતા વધુ સારા પરિણામની આશા કરી રહ્યુ છે પરંતુ એવુ નથી લાગતુ કે કોઇ મોટો ઉલટફેર થઇ જશે. તેમ છતા ભાજપ-એનડીએનું વધતુ પ્રભુત્વ બે મુખ્ય ગઠબંધન યુડીએફ અને એલડીએફને પરેશાન કરી રહ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે કેરળમાં મુખ્ય લડાઇ માકપાના નેતૃત્વ ધરાવતા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ અને કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા યૂનાઇટેડ ડેમોક્રેટિક ફ્રંટ વચ્ચે છએ. રાજ્યમાં 6 એપ્રિલે એક તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. કેરળ વિધાનસભામાં ભાજપના માત્ર એક ધારાસભ્ય છે અને તે પણ તેમના મોટા નેતા ઓ રાજગોપાલ છે. રાજ્યની 45 ટકા મુસ્લિમ અને ઇસાઇ જનસંખ્યાને જોતા કેરળમાં કોઇ મોટા ધ્રુવીકરણની આશા નથી કરી શકાતી. તેમ છતા રાજ્યમાં ભાજપની વોટ ટકાવારી વધતા રાજ્યના ડાબેરી અને કોંગ્રેસના નેતાઓના કાન ઉભા થઇ ગયા છે.

સૌથી વધુ ચિંતા ડાબેરી નેતૃત્વની છે, કારણ કે એવા કેટલાક રિપોર્ટ આવ્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં ભાજપના મતદાર કેટલાક વિસ્તારમાં કોંગ્રેસના કેન્ડિડેટને મત કરી દે છે જેથી ડાબેરી કેન્ડિડેટ ના જીતી શકે. વૈચારિક રીતે ડાબેરી હિન્દુત્વની રાજનીતિ ધરાવતા ભાજપના કાર્યકર્તાઓ માટે સૌથી મોટા રાજકીય દુશ્મન છે.

સતત વધી રહ્યો છે વોટ શેર

રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર સતત વધતો જઇ રહ્યો છે. વર્ષ 2011ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 6.03 ટકા, 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપને 10.85 ટકા, વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએને 14.96 ટકા અને વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપ-એનડીએને 15.2 ટકા વોટ મળ્યા છે. આટલુ જ નહી, ગત વર્ષે એટલે કે 2020માં પંચાયત ચૂંટણીમાં ભાજપને આશરે 17 ટકા મત મળ્યા હતા.

પંચાયત ચૂંટણીમાં સફળતા

ગત વર્ષે યોજાયેલી પંચાયત ચૂંટણીમાં ભાજપને સારી સફળતા મળી છે. તિરૂઅનંતપુરમ કોર્પોરેશનમાં ભાજપ મુખ્ય વિપક્ષી દળ રહી છે. એનડીએને 1182 ગ્રામ પંચાયતો, 37 બ્લોક પંચાયત, 2 જિલ્લા પંચાયત, 320 નગરપાલિકા વોર્ડ અને 59 નગરનિગમ વોર્ડમાં જીત મળી છે. પંચાયત ચૂંટણીના પરિણામથી ભાજપ નેતા ઘણા ખુશ જોવા મળ્યા અને તેમને એમ લાગે છે કે રાજ્યમાં તેમનો આધાર તો ઓછામાં ઓછો વધી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્ટીને રાજ્યમાં પંચાયત ચૂંટણી દરમિયાન આશરે 35 લાખ મત એટલે કે કુલ વોટના આશરે 17 ટકા ભાગ મળ્યો હતો. વર્ષ 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને આશરે 13.28 ટકા મત મળ્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં બીજેપીની સરકાર બનશે નહીં તો દેશની સુરક્ષાને ખતરો: શાહ

ભાજપ કરી રહ્યુ છે મહેનત

કેરળમાં પોતાની રાજકીય જમીન વધારવા માટે ભાજપે પણ કોઇ કસર છોડી નથી, તેને શહેરી મતદારોને લલચાવવા માટે મેટ્રો મેનના નામથી જાણીતી છે. ઇ. શ્રીધરનને પોતાના સીએમ ફેસના રૂપમાં રજૂ કરી દીધા છે. આટલુ જ નહી મુસ્લિમો અને ઇસાઇઓમાં પણ તેને પોતાનો આધાર વધારવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક જાણકારો તો એમ પણ માને છે કે આરિફ મોહમ્મદ ખાનને રાજ્યપાલ બનાવવા આ રણનીતિનો ભાગ હતો. રાજ્યમાં યોગી આદિત્યનાથ જેવા હિન્દુત્વની ઓળખ ધરાવતા નેતાઓની સભા કરવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાજ્યમાં કેટલીક રેલીઓ, રોડ શો કર્યા છે. તાજેતરમાં ભાજપે મોટા પાયા પર રાજ્યમાં સભ્યતા અભિયાન ચલાવ્યુ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat