Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > કેરળના મંદિરનો કલાર્ક બન્યો માલામાલ, જીતી ગયો 12 કરોડની Lottery

કેરળના મંદિરનો કલાર્ક બન્યો માલામાલ, જીતી ગયો 12 કરોડની Lottery

0
225
  • આનંદુ વિજયનને લાગ્યો 12 કરોડનો બમ્પર જેકપોટ
  • ઓણમ બમ્પર Lotteryની 300 રુપિયાની ટિકિટ હતી
  • પિતા સામાન્ય પેઇન્ટર, બહેન લોકડાઉનમાં બેકાર થઇ

કોચ્ચિઃ નસીબ આડે પાંદડુ ખસવાની દરેક જણ રાહ જોતું હોય છે. પરંતુ તેમાં દરેકનું ભાગ્ય ચમકતુ નથી. જો કે કેરળના 24 વર્ષીય આનંદુ વિજયનના નસીબ આડેનું પાંદડુ ખરેખર ખસી ગયું અને લાગી ગઇ 12 કરોડ રૂપિયાની બમ્પર Lottery. આનંદુ વિજયનને કેરળ રાજ્ય સરકારની ઓનમ બમ્પર લોટરી (Lottery) નું જેકપોટ લાગ્યું છે.

વિજયનને અગાઉ નાની-નાની Lottery લાગતી હતી

અર્નાકુલના એક મંદિરમાં કલાર્ક તરીકે કામ કરતો ઇડુકીનો રહોવાસી વિજયન નિયમિત લોટરી (Lottery) ની ટિકિટો ખરીદતો હતો. અગાઉ પણ તેને 5000થી નીચેની લોટરીઓ લાગી હતી. આ વખતે તેણે 300 રુપિયાની ટિકિટ 68 વર્ષના અગલર સ્વામી નામના ટિકિટ વેન્ડર પાસેથી ખરીદી હતી. જેનો નંબર TB 173964 હતો. આ જ ટિકિટે તેને મિલિયોનર બનાવી દીધો.

આ પણ વાંચોઃ Cyber Crime: પિતા અમદાવાદમાં ગેરેજ મજૂર; પુત્રીના બેન્ક ખાતામાં રુ.10 કરોડ

વિજયને મિત્રોને Lottery લાગ્યાનું મજાકમાં કહ્યું અને…

સવારે ચા-પાણી કરતી વખતે આનંદુ વિયજયને મિત્રોને મજાકમાં કહ્યું હતું કે તે બમ્પર લોટરી (Lottery) જીતી ગયો છે. ત્યારે તેને ખબર નહતી કે તે ખરેખર 12 કરોડ જીતી ગયો છે. પરંતુ સાંજે જ્યારે તેને વિજેતા થવાની જાણ થઇ તો શરુઆતમાં વિશ્વાસ જ ન હતો થતો.

12 કરોડમાંથી મળશે 7.56 કરોડ રુપિયા Lottery

આનંદુ વિજયનને જો કે 30 ટકા સરકારી ટેક્સ અને ટિકિટ વેચનારાને કમિશન બાદ 12 કરોડની લોટરી (Lottery)ના ઇનામમાંથી 7.56 કરોડ રુપિયા મળશે. આનંદુએ આ ટિકિટ અગલર સ્વામી પાસેથી કેદવંથરા જંકશન ખાતે ખરીદી હતી. શરુઆતમાં સ્વામીને ખબર નહતી કે આ ટિકિટ કોણે ખરીદી છે. હવે તેને પણ કમિશન પેટે મોટી રકમ મળશે.

આ પણ વાંચોઃ બટાટા, ડુંગળી, દાળ અને અનાજ હવેથી આવશ્યક ચીજવસ્તુ નહીં

ઊંચા ટેકરાળ વિસ્તારમાં અડધી સદી જુનું ઘર

Lottery

આનંદુ વિજયનના પિતા સામાન્ય પેઇન્ટર છે. તેની માતા ઝુમા કપડાની કંપનીમાં કામ કરે છે. તેની બહેન અથિરા કોચિમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી પરંતુ લોકડાઉનને કારણે તે બેકાર થઇ ગઇ. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી. તેનું ઘર પણ કટ્ટપ્પનામાં વાલિયાથોવલા ખાતે ઊંચા ટેકરાળ વિસ્તારમાં આવેલું છે. જ્યાં પહોંચવ માટે વ્યવસ્થિત રસ્તો પણ નથી. તેનું 50 વર્ષ જુનું ઘર ભારે વરસાદમાં પડુ પડુ થઇ જાય છે. વળી પાણીની બહુ તંગી રહે છે.

પિતાએ કહ્યું-પાણી સહેલાઇથી મળશે ત્યાં ઘર લેશું

આનંદુના પિતા વિજયને જણાવ્યું કે ઊંચા ટેકરાળ વિસ્તારમાં ઘર હોવાથી અમેન પીવાના પાણી માટે બહુ મુશ્કેલીનો સામને કરવો પડ્યો હતો. હવે અમે નીચેના ભાગમાં જ્યાં સહેલાઇથી પાણી મળી રહેશે ત્યાં ઘર ખરીદીશું કારણ કે લોકડાઉનમાં પીવાના પાણી માટે અમારે બહુ ખર્ચ કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ માત્ર 4 વર્ષમાં જ PM મોદીના પ્રવાસ પાછળ કુલ 517.82 કરોડનો ખર્ચ