Gujarat Exclusive > દેશ-વિદેશ > કેરલ હાઇકોર્ટનો ઐતિહાસીક નિર્ણય, ઇન્ટરનેટ પર પ્રતિબંધ એ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન

કેરલ હાઇકોર્ટનો ઐતિહાસીક નિર્ણય, ઇન્ટરનેટ પર પ્રતિબંધ એ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન

0
360

કેરલ હાઈકોર્ટે ઈન્ટરનેટના ઉપયોગને ‘મૌલિક અધિકાર’ ગણાવ્યો છે. કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતા જણાવ્યુ કે, ઈન્ટરનેટનો ઉપયોગ બંધારણ હેઠળ આપવામાં આવતા શિક્ષણનો અધિકાર અને ગોપનિયતાના અધિકારનો જ એક ભાગ છે. આ નિર્ણય જસ્ટીસ પી વી આશાની અધ્યક્ષતાવાળી બેંચે આપ્યો છે. આ નિર્ણય એ અરજી પર આપ્યો છે જેમાં એક વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને મોબાઈલ ઉપયોગ પરના પ્રતિબંધને ગેરલાયક ઠેરવ્યો હતો.

અરજી કરનાર કોઝિકોડના ચેલાનુર સ્થિત શ્રી નારાયણ કોલેજની ફાતિહા શિરિન છે. બી.એ. ઈંગ્લિશ ત્રીજા સેમેસ્ટરની વિદ્યાર્થીની ફાતિહાને મોબાઈલના ઉપયોગના કારણે કોલેજ હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવી હતી. જે પછી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હોસ્ટેલના નિયમ અનુસાર વિદ્યાર્થિનીઓને સાંજના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મોબાઈલ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અરજીકર્તાએ આ પ્રતિબંધ વિરુદ્ધ અન્ય વિદ્યાર્થિનીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ફાતિહા અનુસાર, મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધથી તેમના ભણતર પર અસર થાય છે કારણ કે ઈન્ટરનેટ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય છે.

કોર્ટ અનુસાર, મોબાઈલ પર પ્રતિબંધ લગાવવો એ ભારતીય બંધારણના અનુચ્છેદ 19 (1) (A) હેઠળ બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક અધિકારનો ઉલ્લંઘન કરે છે. તેની સાથે કોર્ટે માન્યુ છે કે, વિદ્યાર્થીઓના જીવનમાં ઈન્ટરનેટનો ઉપયોગ જરૂરી છે કારણ કે, કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આ માધ્યમથી પ્રાપ્ત થાય છે.

વડાપ્રધાન મોદીએ રેલીમાં રામ મંદિર અને કાશ્મીરીઓને લઈને આપ્યુ મોટુ નિવેદન