Gujarat Exclusive > દેશ-વિદેશ > અપમાનજનક કે ધમકી ભરેલી પોસ્ટ લખશો, તો દંડાશો- કેરળ સરકારનો નવો કાયદો

અપમાનજનક કે ધમકી ભરેલી પોસ્ટ લખશો, તો દંડાશો- કેરળ સરકારનો નવો કાયદો

0
37

કેરળના (Kerala) રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને (Arif Mohammead Khan) રાજ્યની લેફ્ટ સરકાર (LDF Government) દ્વારા લાવવામાં આવેલા અધ્યાદેશને (New Ordinance) મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત કોઈ પણ અપમાનજનક કે ધમકી ભરેલા પોસ્ટ (Offensive Post On Social Media) પર 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યપાલ કાર્યાલયે પુષ્ટી કરી છે કે, કેરળ પોલીસ એક્ટમાં (Kerala Police Act) ધારા-118(એ) જોડવાના આધ્યાદેશ (New Ordinance) પર હસ્તાક્ષર થયા છે. જે અંતર્ગત હવે જો કોઈ એવી માહિતી મોકલશે, જે અપમાનજનક હોય (Offensive Post On Social Media) કે કોઈ વ્યક્તિને ધમકાવવા સંદર્ભે હોય, તો તેના પર 5 વર્ષની જેલની સજા અથવા 10 હજાર રૂપિયાનો દંડ બન્ને થઈ શકે છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નવા કાયદાના (New Ordinance) કારણે કેરળમાં અભિવ્યક્તિની આઝાદી પર માઠી અસર પડી શકે છે. આ કાયદાથી પોલીસને પ્રેસની સ્વતંત્રતા (Freedom Of Press) પર તરાપ મારવામાં વધારે તાકાત મળશે.

જો કે મુખ્યમંત્રી પિનરઈ વિજયનનું કહેવું છે કે, તેમનો આ નિર્ણય સોશિયલ મીડિયા વધતા દુરુપયોગ અને લોકોને ટાર્ગેટ કરીને (Offensive Post On Social Media) તેમની છબી ખરડાવવાના બદઈરાદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સરકાર દાવો કરે છે કે, ધારા-118(એ) સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓને સોશિયલ મીડિયામાં અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓથી (Offensive Post On Social Media) બચાવવા માટે લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરત: શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા, કોરોના સંક્રમણનો ખતરો વધ્યો

જો કે વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે, વાસ્તવમાં આ નવો કાયદો સરકાર અને અધિકારીઓ દ્વારા ખુદની આલોચના કરનારા વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવશે. આ સંશોધન (New Ordinance) પોલીસને વધારે શક્તિ આપશે અને પ્રેસની સ્વતંત્રતામાં (Freedom Of Press) તરાપ મારશે.

ગત મહિને જ રાજ્ય મંત્રી મડળે ધારા 118 (એ)ને સામેલ કરવાની ભલામણ કરીને પોલીસ અધિનિયમને (Kerala Police Act) વધારે સશક્ત બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આ સંશોધન (New Ordinance) અનુસાર, જે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પર રોફ જમાવશે, કોઈનું અપમાન કરશે અથવા બદનામ કરવાના ઈરાદાથી કોઈ પોસ્ટ (Offensive Post On Social Media) શેર કરશે તો તેને 5 વર્ષની સજા કે 10 હજાર રૂપિયાનો દંડ કે પછી બન્ને થઈ શકે છે.