Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > અદાણી ગ્રુપને એરપોર્ટ લીઝના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કેરળ સરકાર, જાણો સમગ્ર મામલો

અદાણી ગ્રુપને એરપોર્ટ લીઝના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી કેરળ સરકાર, જાણો સમગ્ર મામલો

0
133

અગાઉ હાઈકોર્ટ અરજી ફગાવી ચુકાવી છે

કેરળ સરકારે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને લીઝ પર આપવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેરળની ડાબેરી મોરચાની સરકારે હાઇકોર્ટના નિર્ણય સામે ટોચની કોર્ટમાં અપીલ દાખલ કરી છે.

હાઈકોર્ટે 19 ઓક્ટોબરે રાજ્ય સરકારની આ અરજીને ફગાવી દેતા જણાવ્યું હતુ કે આ કેન્દ્રની ખાનગીકરણની નીતિની વિરુદ્ધ છે અને તેથી તેમાં મેરિટ નથી. હાઈકોર્ટના નિર્ણય પર વચગાળાના સ્ટેની વિનંતી કરતા રાજ્ય સરકારે એડવોકેટ સી.કે. સસી દ્વારા દાખલ કરેલી અપીલમાં જણાવ્યું છે કે તેમણે એક વિશેષ ખાનગી સંસ્થા અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને આ એરપોર્ટનું સંચાલન અને વિકાસ કાર્ય સોંપવાના ઇન્ડિયન એરોપોર્ટ ઓથોરિટીની ગેરકાયદેસર કાર્યવાહીને પડકાર્યો છે.

આ પણ વાંચો: સેન્સેક્સ રેકોર્ડ સ્તરે બંધ, રોકાણકારોને 1.50 લાખ કરોડનો લાભ

સર્વપક્ષીય બેઠક બાદ કેરળ સરકારે આ સંદર્ભે અરજી કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં એરપોર્ટને અદાણી એન્ટરપ્રાઇઝને લીઝ પર સોંપવાના નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. કેન્દ્રએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ એરપોર્ટ માટે પારદર્શક રીતે હાથ ધરાયેલી બોલી પ્રક્રિયામાં જીતી શકે નહીં.

ફેબ્રુઆરી 2019માં યોજાયેલી સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયા પછી પીઅદાણી એન્ટરપ્રાઇઝને પીપીપી મોડેલના માધ્યમથી છે એરપોર્ટ લખનૌ, અમદાવાદ, જયપુર, મેંગ્લોર, તિરુવનંતપુરમ અને ગુવાહાટીનું સંચાલન મળ્યું હતુ. આ બિડિંગ પ્રક્રિયામાં કેરળ રાજ્ય ઓદ્યોગિક વિકાસ નિગમે ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે કરેળના ત્રિવેન્દ્રમ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપને આપવામાં આવતા રાજકીય વિવાદ વધ્યો હતો. કેરળના સીએમ પિનરાય વિજયને આ મામલે પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. ત્યારબાદ રાજ્યની વિધાનસભાએ આ નિર્ણય સામે ઠરાવ પસાર કર્યો. મુખ્યમંત્રી પિનરાય વિજને જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે તેના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9