Gujarat Exclusive > રાજનીતિ > કેરળમાં ભાજપનો ‘લવ જિહાદ’નો મુદ્દો અને શ્રીધરન પર દાવ ફેલ! માત્ર 3 બેઠકો પર આગળ

કેરળમાં ભાજપનો ‘લવ જિહાદ’નો મુદ્દો અને શ્રીધરન પર દાવ ફેલ! માત્ર 3 બેઠકો પર આગળ

0
39

તિરુવનંતપુરમ: કેરળમાં સતત પોતાની પક્કડ મજબૂત કરવા મથી રહેલી ભારતીય જનતા પાર્ટી આ વખતની ચૂંટણીમાં પણ રાજ્યમાં કંઈ ખાસ ઉકાળતી નથી જોવા મળી રહી. બપોરે 12 વાગ્યા સુધીના રુઝાનો મુજબ, ભાજપ માત્ર 3 બેઠકો પર જ આગળ ચાલી રહી છે. જો આ રુઝાન પરિણામમાં તબદીલ થાય, તો ભાજપને ગત વિધાનસભા ચૂંટણી કરતાં માત્ર બે બેઠકો વધારે જીતી શકશે. Kerala Election Results

આ વખતે ભાજપે રાજ્યમાં પોતાની પક્કડ મજબૂત કરવા માટે “લવ જિહાદ” મુદ્દો ઉછાળીને ઈસાઈ વોટબેંકમાં ગાબડુ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ ભાજપે મેટ્રો મેન ઈ-શ્રીધરનને પણ રાજનીતિમાં લાવીને મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો હતો. જો કે અત્યાર સુધીના પરિણામો પર નજર નાંખીએ તો ભાજપના બન્ને દાવ ફેઈલ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. જો કે ઈ-શ્રીધરન પોતાની બેઠક પર આગળ જરૂર ચાલી રહ્યાં છે.

આ પણ વાંચો:  કોરોનાના કેસ વધતા ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન, 5મીં મેથી બધુ રહેશે બંધ Kerala Election Results

અત્યાર સુધીના રુઝાનો મુજબ, બીજી વખત એલડીએફ (ડાબેરીઓનું ગઠબંધન) સરકાર બનાવે તેમ લાગી રહ્યું છે. LDFને રુઝાનોમાં બહુમત મળી ગઈ છે અને તે 86 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ આંચકાજનક ગણી શકાય, કારણ કે પાર્ટી કેરળ પર આશાની મીટ માંડીને બેઠી હતી. જો કે કોંગ્રેસના ગઠબંધન વાળુ નેતૃત્વ માત્ર 46 સીટો પર આગળ છે.

શું હતી ભાજપની રણનીતિ? Kerala Election Results
કેરળમાં લવ જિહાદના મુદ્દાને ખૂબ જ ચગાવવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હિંદુ અને ખ્રિસ્તી મતદાતાઓને રિઝવવા માટે લવજિહાદના મુદ્દાનો ભરપુર ઉપયોગ કર્યો. પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ભાજપે ઉત્તર પ્રદેશ સહિત અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ કેરળમાં પણ લવ જિહાદ વિરુદ્ધ કાયદો બનાવવાનું વચન આપ્યું હતું. જો કે આ દાંવ ફેઈલ થતો જોવા મળી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat