Gujarat Exclusive > દેશ-વિદેશ > Kerala C-Voter Exit Poll: કેરલમાં ફરીથી લેફ્ટની સરકાર

Kerala C-Voter Exit Poll: કેરલમાં ફરીથી લેફ્ટની સરકાર

0
34

કેરલ વિધાનસભા ચૂંટણીને લઈને Exit Pollના પરિણામ સામે આવ્યા છે. C Voterના એક્ઝિટ પોલમાં કેરલમાં પિનરાઈ વિજયનની આગેવાનીમાં લેફ્ટ સરકાર વાપસી કરતી નજરે પડી રહી છે. 2021 વિધાનસભા ચૂંટણીમાં LDFને 74 સીટો મળવાનો અનુમાન છે. જોકે, પાછલી ચૂંટણીની સરખામણીમાં લેફ્ટને 17 સીટોનું નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે.

જ્યારે કોંગ્રેસ ગઠબંધન UDFને 65 સીટ મળવાનો અનુમાન છે. 2016ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસ ગઠબંધનને કેરલમાં 18 સીટો વધારે મળી રહી છે. જ્યારે બીજેપીની સ્થિતિમાં કોઈ જ પરિવર્તન જોવા મળી રહ્યું નથી. જ્યારે અન્યની પાર્ટીના ખાતામાં 1 સીટ આવી રહી છે.

જણાવી દઈએ કે, કેરલમાં વિધાનસભાની કુલ 140 સીટ છે. પાછલી વખતે ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટે 91 સીટો સાથે રાજ્યમાં સરકાર બનાવી હતી.

કેરળની 140 વિધાનસભા બેઠકો પર ચૂંટણી
કેરળમાં પણ 6 એપ્રિલે ત્રીજા તબક્કાના મતદાનમાં જ 140 બેઠકો પર મતદાન સમાપ્ત થઈ ચૂક્યું છે. અહીં કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્ક્સવાદી) સમર્થિત LDF અને કોંગ્રેસ સમર્થિત UDF વચ્ચે મુખ્ય જંગ છે. જો કે ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓએ અહીં પૂરી તાકાત લગાવી છે. કેરળમાં બહુમતી માટે 71 બેઠકો પર જીત મેળવવી જરૂરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat