તિરુવનંતપુરમ: જીવલેણ કોરોના વાઈરસના વધતા જતાં સંક્રમણ વચ્ચે કેરળ સરકારે મોટું પગલુ ભર્યું છે. સરકારે એક વર્ષ માટે COVID-19 સુરક્ષા સંદર્ભે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જે અંતર્ગત જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ સરકારે સ્ટેટ એપિડેમિક ડિસીઝ ઓર્ડિયન્સને સંશોધિત કર્યું છે, જે જુલાઈ-2021 સુધી લાગૂ રહેશે.
આ નવા નિયમોનું ઉલ્લંઘન કરનારને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારી શકાય છે. આ સાથે જ તેને બે વર્ષની જેલની સજાની પણ જોગવાઈ છે.
આ પણ વાંચો: ચીનનું દબાણ, Appleએ પોતાના એપ સ્ટોરથી 4500 ગેમ્સ હટાવી
► આ છે નવી ગાઈડલાઈન્સ
→ જાહેર સ્થળો પર તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત. જો માસ્ક ના હોય તો ચહેરો ઢાંકવો પડશે. વર્કપ્લેસ ઉપર પણ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
→ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે
→ પબ્લીક પ્લેસ પર માસ્ક નહીં પહેરનાર પાસેથી 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે
→ કેરળમાં લગ્ન સમારંભમાં વધુમાં વધુ 50 લોકોને જ સામેલ થવાની મંજૂરી મળશે
→ અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ 20 લોકો જ હાજર થઈ શકશે.
→ સામાજિક સમારંભ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી મેળવવી જરૂરી રહેશે
→ જાહેર સ્થળો પર થૂંકવાનો પ્રતિબંધ રહેશે. આ નિયમનું સખ્તીથી પાલન કરવાનું રહેશે
→ અન્ય રાજ્યોથી કેરળ આવી રહેલા લોકોને કેરળ સરકારની જગરાથા ઈ-પ્લેટફોર્મ પર જાતે રજિસ્ટર કરાવવાનું રહેશે, જો કે ઈન્ટરનેશનલ મુસાફરી માટે પાસની જરૂરિયાત નહી રહે
→ કોઈ પણ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેઈન્ટેન કરતાં વધુમાં વધુ 25 લોકોને જ હાજર રહેવાની મંજૂરી મળશે
→ હડતાલ, ધરણાં, માર્ચ અને વિરોધ પ્રદર્શન માટે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવવી જરૂરી રહેશે. જો મંજૂરી મળે, તો પણ વધુમાં વધુ 10 લોકો જ હાજર રહી શકશે
→ દુકાનદારોએ દુકાનમાં પ્રવેશ કર્યા પહેલા ગ્રાહકો માટે સેનેટાઈઝ ઉપલબ્ધ કરાવવાનું રહેશે
→ આ સંશોધન એક વર્ષ માટે અથવા કોઈ નવો આદેશ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય રહેશે
જણાવી દઈએ કે, કેરળમાં રવિવારે કોરોનાના 225 નવા કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 5429 પર પહોંચી ચૂકી છે. અગાઉ એક દિવસ પહેલા 240 નવા કેસો સામે આવ્યા હતા. કોરોના સંક્રમણના જે નવા કેસ સામે આવ્યા છે, તેમાં 117 કેસ વિદેશથી આવેલા લોકોના છે, જ્યારે 57 સંક્રમિતો અન્ય રાજ્યોમાંથી આવેલા લોકોના છે.
કાનપુર એન્કાઉન્ટર: નંબર પ્લેટ વિનાની 3 લક્ઝરી કાર બિનવારસી મળી, પોલીસ તપાસ શરૂ