Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > કેન્દ્ર સરકારે કોરોનાવાયરસને લઇને કેટલી સાવધાની દર્શાવી અને કેટલો ડર ફેલાવ્યો?

કેન્દ્ર સરકારે કોરોનાવાયરસને લઇને કેટલી સાવધાની દર્શાવી અને કેટલો ડર ફેલાવ્યો?

0
2163

ચીનના વુહાનમાં કોરોનાવાયરસનો જન્મ થયો હોવાનું કહેવામાં આવે છે. તે પોતાના જન્મસ્થળથી દુનિયાના 188 દેશોમાં માત્ર પાછલા બે મહિનામાં પહોંચી ગયો છે. ખતરનાક ગણાતો કોવિડ-19 ક્રોનોલોજી સામે ભારતે કેટલી સાવધાની દર્શાવી છે, તે એક પણ સમજવું જોઈએ. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાના નામે ‘સંબોધન’ સિવાય શું કામ કર્યું અને ક્યારથી તેઓ આ મહામારીને લઇને જાગૃત્ત થયા તે જાણવું ખુબ જ જરૂરી છે.

31 ડિસેમ્બરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO)ક્રોવિડ-19 વિશેનો રિપોર્ટ મળ્યો હતો. તેના એક જ મહિનામાં કોરોનાએ એવા તો દુનિયાના દેશોમાં પગપેસારો કર્યો કે, 30 જાન્યુઆરીએ WHOએ આંતરાષ્ટ્રીય ચિંતાવાળી વિશ્વ સ્વાસ્થ્ય ઈમરજન્સી જાહેર (મહામારી) તરીકે જાહેર કરી. તે દરમિયાન એટલે કે, 30 જાન્યુઆરીએ જ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ મળ્યો હતો.

હોંગકોંગથી પણ પહેલા કોરોનાએ ભારતમાં એન્ટ્રી કરી લીધી હતી. 8 જાન્યુઆરીએ હોંગકોંગમાં પ્રથમ કેસ સામે આવ્યા બાદ ચીને નવા વર્ષનો કાર્યક્રમ રદ્દ કરી દીધો હતો. હાલમાં ત્યાં સ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં લોકો ઈટાલીના ઉદાહરણ આપી રહ્યાં છે અને તેના કરતાં વધારે યોગ્ય પગલાઓ ભરવાની વાતો કહી રહી છે તો કેટલાક લોકો ભારતીય કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યાં છે. જોકે, સરકારે કોરોનાવાયરસને લઇને કેટલા યોગ્ય પગલાભર્યા તે જોવું રહ્યું.

2 ફેબ્રુઆરીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને દાવો કર્યો કે, મોદી પોતે કોરોનાવાયરસને લઇને નજર રાખી રહ્યાં છે. જોકે, પીએમ મોદીનો કોઈ જ નિવેદન આવ્યો નહતો. આખો ફેબ્રુઆરી મહિનામાં સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં. વિદેશથી આવેલા યાત્રીઓનું કોરન્ટાઈનની વાતો તો એકબાજું રહી સ્ક્રિનિંગ સુધી કરવામાં આવ્યું નહીં. 25 ફેબ્રુઆરીએ મોદીનો ટ્રમ્પ તાયફો યોજાયો. એક લાખથી વધારો લોકો કોઈ માસ્ક વગર સામેલ થયા હતા. તમને જણાવી દઇએ કે, તે સમય દરમિયાન કેરલમાં શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા અને વિશ્વના અનેક દેશોમાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ હતી.

પીએમ મોદી 3 માર્ચે અચાનક પ્રગટ થયા અને કોરોના વાયરસને લઇને પ્રથમ નિવેદન આપી નાખ્યું. તે દરમિયાન માત્ર નિવેદન જ આપેલું કોરોનાને રોકવા માટે કોઈ યોગ્ય પગલાઓ ભરવામાં આવ્યા નહતા. કેમ કે, 9 માર્ચ સુધી મહામારીનું કેન્દ્ર બની ચૂકેલ ઈટાલી અને દક્ષિણ કોરિયા સુધીના યાત્રીઓને આવવાની પરવાનગી આપવામાં આવી હતી.

11 માર્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને મહામારી જાહેર કરી અને સંબંધિત દેશોને અપીલ દોહરાવી કે લોકોના જીવ બચાવવા માટે આવશ્યક ઉપચાર કરાવામાં આવે. તેવામાં 17 માર્ચે પીએમ મોદીની ઉંઘ તૂટી અને બીજા દિવસે રાષ્ટ્રના નામે સંદેશની જાહેરાત કરી. લોકોમાં ડર ફેલાઇ ગયો. સામાન ભેગો કરવાની હોડ લાગી. બટાટા 125 રૂપિયા કિલો સુધી વેચાયા.

18 માર્ચે મોદી ટીવી પર પ્રગટ થયા. પરંતુ ના કોઈ યોજના, ના કોઈ કાર્યક્રમ. આ કરો તે કરો વગેરે..વગેરે જેવી સલાહો આપીને છૂમંતર. ચાર દિવસ રજાના દિવસે જનતા કર્ફ્યૂની જાહેરાત. મોદીના સંદેશ પછી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. લોકો મહાનગરોથી પોતાના ગામ-કસ્બો તરફ ભાગવા લાગ્યા. રેલવેએ તેમની મદદ કરી સ્પેશ્યલ ટ્રેનો ચલાવીને અને તે ભૂલી ગયા કે, આનાથી વાયરસ વધારે પ્રમાણમાં ફેલાઇ શકે છે. પ્લેગની બિમારીથી ડરીને લોકો શહેરોમાંથી ગામડાઓમાં ભાગ્યા હતા અને પોતાના સાથે ગામડાઓ સુધી પ્લેગનો વાયરસ પહોંચાડી દીધો હતો. પછી ગામડાઓના ગામડાઓનો સફાયો થઇ ગયો હતો. એવું જ કંઇક કોરોનાવાયરસના ડરના કારણે લોકો ભાગીને ગામડે તો પહોંચી ગયા છે પરંતુ જો તેમના સાથે તેઓ કોરોનાને લઇને ગયા હશે તો નાના એવા ગામડામાં તેમને યોગ્ય સારવાર મળશે નહીં અને અનેક ઝડપથી કોરોનાનો વાયરસ ગામડાઓમાં ફેલાવવાનો ડર ઉભો થયો છે. જે ડર હાલમાં યથાવત છે. નાની જગ્યાઓ પર સારવાર થવી મુશ્કેલ છે.

જ્યારે પીએમ મોદી દેશની જનતા સામે પ્રગટ થયા હતા, ત્યારે દેશમાં અનેક કેસો સામે આવી ચૂક્યા હતા. તે પહેલા પીએમ મધ્ય પ્રદેશમાં પોતાની સરકાર બનાવવા માટે વ્યસ્ત હતા. તેનાથી પહેલા તેઓ ટ્રમ્પની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હતા. પીએમ મોદીએ પાણી પહેલા પાળ બાંધવાની જગ્યાએ જ્યારે પાણી દેશના મોટાભાગના રાજ્યોમાં ઘુસી ગયો ત્યારે તૈયારીના નામે માત્રને માત્ર ડર ફેલાવવાનું કામ કર્યું. પીએમ મોદીએ દૂરંદીશા દર્શાવી હોત તો કદાચ આજે કોરોનાવાયરસના ખતરાને ભારત ટાળી શક્યું હોત.

અહીં બીજી એક આરએસએસની વાત નોંધવી જરૂરી છે કેમ કે, તેમની શાખાઓમાં મોટા પ્રમાણમાં લોકોનો જમાવડો થતો હોય છે. 20 માર્ચે આરએસએસએ શાખા સવારે 6.30થી પહેલા અને સાંજે 5 વાગ્યા પછી જાહેરાત કરી. જાણે તે સમય દરમિયાન કોરોના રોકાયેલો રહેવાનો હોય. આ દરમિયાન મધ્ય પ્રદેશમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી હતી.

21 માર્ચે દિલ્હીમાં કોંગ્રેસના 20થી વધારે બળવાખોર ભાજપા અધ્યક્ષને મળ્યા. જનતા કર્ફ્યૂથી પહેલા એક વખત ફરીથી તમાશો જોવા મળ્યો હતો. કમલનાથ રાજીનામું આપીને પણ કાર્યવાહક મુખ્યમંત્રી બનેલા રહ્યાં.

22 માર્ચે જનતા કર્ફ્યૂ લાગ્યો. આખો દિવસ દેશભરમાં જનતા કર્ફ્યૂના કારણે રસ્તાઓ સૂમસામ ભાસ્તા રહ્યાં પરંતુ પાંચ વાગે લોકો થાળીઓ વગાડવા માટે મોટા પ્રમાણમાં રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા. તેથી આખા દિવસના પાળેલા બંધ પર પાણી ફેરવી નાખ્યું. 22 માર્ચે જ સાંજે દેશભરના 75 જિલ્લાઓને લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી.

23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેસોમાં 314 ભારતીય અને 41 વિદેશીઓમાં કોવિડ-19ના નવા કેસ સામે આવ્યા. 23 લોકો ઠિક થઇ ગયા છે. સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. 22 માર્ચે સરકારે બધી જ આંતરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. દેશભરમાં વાહનવ્યવહાર ઠપ્પ કરી દેવામાં આવ્યા છે.

WHOના ડાયરેક્ટર જનરલે મીડિયા બ્રીફિંગમાં પ્રથમ વખત બોલતા કહ્યું કે, રિસર્ચ અને વિકાસ આપણી પ્રતિક્રિયાનું મહત્વપૂર્ણ ભાગ છે. બીજી તરફ, ભારતની હોસ્પિટલોમાં કોવિડ-19ની તપાસની સુવિધા નહતી. આનું કારણે ગમે તે હોઈ શકે, તકનીકી અને રોકાણ સંબંધી પણ હોઈ શકે છે. પરંતુ ખાનગી હોસ્પિટલો અને લેબોરેટરીઓને તે આદેશ નથી કે, આ તપાસ તેમના નિશૂલ્ક અથવા એકદમ ઓછા પૈસા લઇને કરવાના રહેશે અથવા સરકાર તેની ચૂકવણી કરશે.

ICMRએ પ્રાઈવેટ લેબોરેટરીઓને કોરોનાના ટેસ્ટ માટે 4500 રૂપિયા લેવાનું કહ્યું છે. જે એક ગરીબ માણસ માટે ઘણી મોટી રકમ ગણી શકાય. કોઈ સામાન્ય પરિવારના એકથી વધારે ટેસ્ટ કરાવવાની નોબત આવી તો તે આટલો મોટો ખર્ચ સહન કરી શકે નહીં. તેવામાં અનેક ગરીબ લોકો આવો ટેસ્ટ કરાવવાનો ટાળી શકે છે. તેવામા ભારતમાં મહામારી એક મોટું રૂપ ધારણ કરી શકે છે.

ભારત પાસે લોકડાઉન સિવાય એકપણ ઓપ્શન નથી. ક્રોવિડ સામે લડવા માટે ના તો સંશાધન છે ના તેની કોઈ દવા છે. ભારત પાસે તો તેના ટેસ્ટ માટે પૂરતી કીટો પણ નથી. વિદેશથી આવતા લોકોના ટેસ્ટ કરવામાં કરાયેલી કંજૂસાઇના કારણે આજે દેશના 75 જિલ્લાઓને લોકડાઉન કરવાના દિવસો આવ્યા છે. કેન્દ્ર સરકારે માત્ર કોરોનાવાયરસ સામે લડવા માટે કોલરટ્યુુન બનાવી અને લોકોને ઘરમાંથી બહાર ના નિકળવાની અપીલ કરી, તે બે કામ કર્યા છે. વિદેશથી આવેલા લોકો પર વધુ સારી રીતે ધ્યાન આપવાની જરૂરત હતી.

વિશ્વના 188 દેશોમાં કોરોનાનો હાહાકાર: 14,600 લોકોના મોત, ત્રણ લાખથી વધુ લોકો સંક્રમિત