નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઇ ગઇ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતની જનતા મોટા બદલાવ માટે તૈયાર રહે.
Advertisement
Advertisement
કેજરીવાલનું ટ્વીટ
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, ગુજરાતની જનતા આ વખતે મોટા બદલાવ માટે તૈયાર છે. અમે જરૂર જીતીશુ. મહત્વપૂર્ણ છે કે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન યોજાશે જ્યારે તેનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીની સાથે જ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement