નવી દિલ્હી: દિલ્હી મહાનગરપાલિકા ચૂંટણી (MCD)માં આમ આદમી પાર્ટીએ જીતી લીધે છે. આમ આદમી પાર્ટીએ 250 વોર્ડમાંથી 134 બેઠક પર જીત મેળવી છે જ્યારે ભાજપને 104 બેઠક અને કોંગ્રેસ 9 બેઠક જીતવામાં સફળ રહ્યુ છે. જ્યારે 3 બેઠક અપક્ષ ઉમેદવારોએ જીતી છે. દિલ્હી MCD ચૂંટણીમાં પાર્ટીની જીત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકોને આ જીત માટે શુભકામના પાઠવી હતી અને બદલાવ લાવવા માટે આભાર માન્યો હતો.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને સ્વસ્થ કરનારા લોકો માટે આશીર્વાદ માંગ્યો હતો. મતગણતરી બુધવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થઇ હતી. મતગણતરી માટે 42 કેન્દ્ર બનાવવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના આંકડા અનુસાર આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો હતો. 250 બેઠક ધરાવતી દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુમતનો આંકડો 126નો હતો.
ભગવંત માને ગુજરાત ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી મહાનગરપાલિકા ચૂંટણીમાં જીત બાદ કહ્યુ કે દિલ્હીની જનતાએ 15 વર્ષની ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવીને કેજરીવાલના નેતૃત્વમાં AAPની સરકાર બનાવવા માટે બહુમત આપ્યો છે તેની માટે જનતાનો આભાર. આ અમારી માટે ઘણી મોટી જવાબદારી છે. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે જ્યારે એક્ઝિટ પોલ ખોટુ સાબિત થઇ શકે છે તો કાલનું એક્ઝિટ પોલ ખોટુ સાબિત નથી થઇ શકતુ? ગુજરાતમાં તમને કાલે ચમત્કાર જોવા મળશે.
આ પણ વાંચો: MCD ચૂંટણી: PM મોદીના દાંવથી જ આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવ્યું, 15 વર્ષ પછી BJP સત્તામાંથી બહાર ફેકાયુ
દિલ્હી એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ટ્રાન્સજેન્ડર ઉમેદવારની જીત
સુલ્તાનપુરી-એ વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવાર બૉબી જીતી ગયા છે. પ્રથમ વખત MCDમાં ટ્રાન્સજેન્ડર સમાજનો સભ્ય હશે, તેમણે ભારતીય જનતા પાર્ટીના એકતા જાટવને માત આપી હતી. સુલ્તાનપુર માજરા વિધાનસભામાં વર્તમાન ત્રણમાંથી એક વોર્ડ નંબર-42 સુલ્તાનપુરી-એ વોર્ડ છે. આમ આદમી પાર્ટીએ પૂર્વ કાઉન્સિલર સંજયની ટિકિટ કાપીને બોબીને મેદાનમાં ઉતારી હતી.
BJPને જડબાતોડ જવાબ- રાઘવ ચઢ્ઢા
AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ભાજપે દિલ્હીની જનતાને જડબાતોડ જવાબ આપ્યો છે. જનતાએ તેમણે જ વોટ આપ્યા છે જે વિકાસ માટે કામ કરશે. આજે દિલ્હીએ તે કીચડનો સફાયો કરી દીધો છે જેને ભાજપે અરવિંદ કેજરીવાલ પર ફેકવાનો પ્રયાસ કર્યો હતો. અમે દિલ્હીને દુનિયાના સૌથી સુંદર શહેરમાં બદલી નાખીશું.
Advertisement