Gujarat Exclusive > રાજનીતિ > પંજાબમાં કેજરીવાલનો મોટો ચૂંટણી દાવ, વિજળી પછી મફત સારવાર આપશે

પંજાબમાં કેજરીવાલનો મોટો ચૂંટણી દાવ, વિજળી પછી મફત સારવાર આપશે

0
64

ચંદીગઢ: પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે પોતાના પંજાબ પ્રવાસ પર સ્વાસ્થ્ય સેવાઓની 6 ગેરંટીની જાહેરાત કરી છે. જેમાં ચૂંટણી જીત બાદ પંજાબના લોકોને મફત સારવાર, દવા અને ટેસ્ટનો દાવો કર્યો છે. આ સાથે અરવિંદ કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યુ કે પંજાબમાં દાગીઓને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. કેજરીવાલે કહ્યુ કે આજથી 5 વર્ષ પહેલા પંજાબના લોકોએ આશા કરીને કોંગ્રેસની સરકાર બનાવી હતી પરંતુ આજે સરકાર નામનું કઇ જોવા નથી મળી રહ્યુ.

અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી પંજાબમાં ચૂંટણી દાવાની જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યુ કે જો પંજાબમાં અમારી સરકાર બની તો અમે 300 યૂનિટ વિજળી મફત કરીશુ, અમે આ દિલ્હીમાં કરીને બતાવ્યુ છે. અમે 24 કલાક વિજળી આપીશુ, દિલ્હીમાં કરીને બતાવ્યુ છે. કેજરીવાલે કહ્યુ કે આજથી 5 વર્ષ પહેલા લોકોએ કોંગ્રેસની સરકાર બનાવી હતી પરંતુ આજે સરકારના નામનું કઇ દેખાતુ નથી, તેમણે સરકારને તમાશો બનાવી દીધો અને સત્તાની ગંદી લડાઇ ચાલી રહી છે, તેમનો દરેક નેતા મુખ્યમંત્રી બનવા માંગે છે, લોકો પરેશાન છે ક્યા જાય.

અરવિંદ કેજરીવાલને પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારોએ પૂછ્યુ કે નવજોત સિંહ સિદ્ધૂ આમ આદમી પાર્ટીમાં આવશે? જેની પર તેમણે કહ્યુ કે આ કાલ્પનિક સવાલ છે. પાર્ટી જલ્દી પંજાબમાં મુખ્યમંત્રી ફેસની જાહેરાત કરશે.

આ પણ વાંચો: ખેડૂત આંદોલન બાદ હવે પંજાબમાં શરૂ થયુ નવુ આંદોલન, કેન્દ્ર સરકારની મુશ્કેલી વધી

કેજરીવાલે આપી આ 6 ગેરંટી

– પંજાબના દરેક વ્યક્તિને મફત અને સારી સારવાર
– સારી સારવાર, ટેસ્ટ, મફત દવા
– પંજાબના દરેક વ્યક્તિને હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવશે જેમાં MRI, એક્સરે બધા રિપોર્ટ થશે.
– પંજાબમાં મોહલ્લા ક્લીનિકની તર્જ પર પિંડ ક્લીનિક, જેમની કુલ સંખ્યા 16 હજાર હશે.
– પંજાબમાં જેટલી પણ રાજ્ય સરકારની હોસ્પિટલ છે, તેમને સારી અને શાનદાર બનાવવામાં આવશે, મોટા સ્તર પર નવી હોસ્પિટલ ખોલવામાં આવશે.
– પંજાબમાં જો કોઇ વ્યક્તિનો રોડ અકસ્માત થાય છે તો તેની મફત સારવાર સરકાર કરાવશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat