ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્યમાં નેતાઓના પ્રવાસ વધી ગયા છે. ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી (AAP) સક્રિય જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ વચ્ચે સમાચાર છે કે ફરી એક વખત બે દિવસના પ્રવાસે કેજરીવાલ ગુજરાત આવશે. કેજરીવાલનો આ પ્રવાસ 16 અને 17 ઓક્ટોબરે યોજાશે.
Advertisement
Advertisement
16-17 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે કેજરીવાલ
ગુજરાતના બે દિવસના પ્રવાસમાં અરવિંદ કેજરીવાલ કેટલીક જનસભાને સંબોધિત કરશે. આ જનસભાઓ ભાવનગર, મહેસાણા અને ડીસામાં યોજાશે. આ પહેલા તેમણે આઠ અને નવ ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ના કેટલાક નેતા અને કાર્યકર્તા ગુપ્ત રીતે તેમની આમ આદમી પાર્ટી (AAP)નું સમર્થન કરી રહ્યા છે. તે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જ પાર્ટીની હાર જોવા માંગે છે.
AAP પોતાના ગુજરાત પ્રદેશના પ્રમુખ ગોપાલ ઇટાલિયાને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ઇટાલિયાની ગુરૂવારે દિલ્હી પોલીસે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગના કાર્યાલયની બહારથી અટકાયત કરી હતી. ગોપાલ ઇટાલિયાને એક વીડિયોને લઇને સમન્સ પાઠવવામાં આવ્યુ હતુ જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અપમાનજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્રણ કલાકની પૂછપરછ બાદ ઇટાલિયાને છોડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત PM મોદીની માતાનું અપમાન ક્યારેય સહન નહી કરે: સ્મૃતિ ઇરાની
બીજી તરફ ગોપાલ ઇટાલિયાને લઇને ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મોરચો સંભાળ્યો હતો. એક પત્રકાર પરિષદ દરમિયાન સ્મૃતિ ઇરાનીએ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યુ કે કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં રાજનીતિ ચમકાવવા માટે વડાપ્રધાનની 100 વર્ષીય માતાનું અપમાન કર્યુ છે. કેજરીવાલના આદેશ પર આપ નેતાએ રાજનીતિ માટે ગુજરાત અને ત્યાના લોકોની ભાવનાને ઠેસ પહોચાડી છે.
Advertisement