Gujarat Exclusive > યુથ > મનોરંજન > બોલીવૂડ શહેનશાહ Amitabh Bachchanએ લીધા બહુ મોટા શપથ

બોલીવૂડ શહેનશાહ Amitabh Bachchanએ લીધા બહુ મોટા શપથ

0
259
  •  KBCની 12મી સીઝનમાં ગ્રીન રિબન સાથે દેખાય છે બીગ-બી
  • ટ્વીટર પર Amitabh Bachchanએ અંગદાનના શપથનો કર્યો ખુલાસો
  • KBCમાં સ્પર્ધકે સુશાંતની ફિલ્મ અંગે સાચો જવાબ આપી શો છોડી દીધો

મુંબઇઃ બોલીવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ અંગદાન (Organ donation)ના શપથ લીધા છે. અમિતાભે ખુદ આ માહિતીનો સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Carorpati)ના સેટનો એક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તેમનું ચિર-પરિચિત સ્મિત દેખાય છે. સાથે ફેમસ ચશ્મા પહેરેલા છે અને શૂટ પર એક ખાસ વસ્તુ ‘ગ્રીન રિબન’ દેખાઇ રહી છે.

સોશિયલ મીડિયા પર બહુ સક્રીય રહેતા એમિતાભ બચ્ચને( Amitabh Bachchan) ટ્વીટમાં લીલા રંગની રિબનનું મહત્વ સમજાવ્યું છે. જે અંગદાનની શપથનું પ્રતીક છે. તેમણે લખ્યું છે કે,

“મેં અંગદાનના શપથ લીધા છે. હું આની પવિત્રતા માટે ગ્રીન રિબન પહેરું છું.”

https://twitter.com/SrBachchan/status/1311027141404848128?s=20

આ પણ વાંચોઃ સુહાના ખાનની સ્કીન ટોન પર લોકોએ ઉડાવી મજાક, SRK પુત્રીએ ટ્રોલર્સને આપ્યો જવાબ

નોંધનીય છે કે આ રિબન અંગદાનના શપથ લેનાર પહેરે છે. હવે બીગ-બી (Big-B)ની આ પોસ્ટ પર તેમના ફેન્સ બહુ વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

28 સપ્ટેમ્બરથી કૌન બનેગા કરોડપતિ શરું Amitabh Bachchan

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ (KBC)ની 12મી સીઝન 28 સપ્ટેમ્બરથી શરુ થઇ ગઇ છે. શો શરુ થતાં જ તેની સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થવા માંડી છે. વાસ્તવમાં અમિતાભે પ્રથમ એપિસોડમાં એક કન્ટેસ્ટન્ટને સુશાંત સિંહ રાજપુતની અંતિમ ફિલ્મ દિલ બેચારા અંગે એક પ્રશ્ન પુછ્યો હતો. ઉમેદવાર તેનો જવાબ પણ આપે છે. પરંતુ ત્યાર બાદ તે ગેમ છોડી દે છે.

શો છોડનારી સ્પર્ધકે જીત્યા 6.4 લાખ

શોમાં બિગ-બી આરતી જગતાપ નામની સ્પર્ધકને સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની લીડ હિરોઇનનું ના પુછે છે. આરતીએ તેનો સાચે જવાબ સંજના સાંઘી આપ્યો પમ હતો. તેમ છતાં આરતી આ શો ત્યાં જ છોડીને જીતના 6.4 લાખ રુપિયાનો ચેક લઇ ઘેર ગઇ છે.

કોરોનાના લીધે લાઇવ ઓડિયન્સ નથી Amitabh Bachchan

કપિલ શર્માના શોની જેમ કેબીસીમાં પણ લાઇવ ઓડિયન્સ નથી. કહેવામાં આવી રહ્યું છે કે શોનું શિડ્યુલ બહુ ટાઇટ રહેશે. તેની સાથે કોરોના મહામારીને જોતાં માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રખાશે. કોઇના સંપર્કમાં આવતા બચવા માટે ટેક્નિકનો સહારો લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ સુશાંત પછી વધુ એક અભિનેતાનું મોત, પરિવારે મુંબઈ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

કેબીસીના એડિયન્સ પૉલમાં ફેરફાર કરાયો

કેબીસી (KBC)ની 12મી સીઝનમાં સેટબેસ્કથી બદલી કમબેકની પંચલાઇનને સામેલ કરાઇ છે. આ સીઝનમાં એવા ઘણા લોકો હશે, જેમને કોરોનાના કારણે લોકડાઉનમાં બહુ નુકસાન વેઠવું પડ્યું. તેની સાથે શોમાં ઓડિયન્સ પોલવાળી લાઇન બદલીને વીડિયો અ ફ્રેન્ડ કરવામાં આવી છે. શોમાં રજિસ્ટ્રેશન માટેની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઇ છે.