મુંબઇ: બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ થઇ છે. કેટરીનાએ ઇંસ્ટાગ્રામ સ્ટેટસ દ્વારા તેની જાણકારી આપી હતી. કેટરીના કૈફે કહ્યુ, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, મે ખુદને તુરંત આઇસોલેટ કરી દીધી છે અને હોમ ક્વોરન્ટાઇનમાં રહીશ.”
કેટરીના કૈફે કહ્યુ, “હું ડૉક્ટરોની સલાહથી તમામ સેફ્ટી પ્રોટોકૉલ્સનું પાલન કરી રહી છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરૂ છું કે તે તુરંત પોતાનો ટેસ્ટ કરાવી લે, તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર. સુરક્ષિત રહો અને ખુદનું ધ્યાન રાખો.”
મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસમાં કેટલાક સેલિબ્રિટી કોરોનાથી સંક્રમિત થયા હતા. તાજેતરમાં અક્ષય કુમાર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આર.માધવન. રણબીર કપૂર, ગોવિંદા, ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, ગાયક આદિત્ય નારાયણ, અભિનેત્રી ભૂમિ પેડનકર, વિકી કૌશલ, કોમેડિયન કુણાલ કામરા અને શશાંક ખેતાન સંક્રમિત થયા હતા.
સોમવારે દેશમાં કોરોનાના રેકોર્ડ 1,03,558 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને કુલ 478 દર્દીઓના મોત થયા હતા. આજે દેશમાં એક જ દિવસમાં કોવિડ-19ના 96,982 નવા કેસ સામે આવ્યા છે , તે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,26,86,049 થઇ ગઇ છે. અત્યાર સુધી કોરોનાથી 1,65,547 દર્દીઓના મોત થયા છે.