Gujarat Exclusive > દેશ-વિદેશ > આર્ટીકલ 370 પર ચર્ચા, AMUના કાશ્મીરી વિદ્યાર્થીઓએ CM યોગીનું આમંત્રણ નકાર્યું

આર્ટીકલ 370 પર ચર્ચા, AMUના કાશ્મીરી વિદ્યાર્થીઓએ CM યોગીનું આમંત્રણ નકાર્યું

0
471

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓએ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આમંત્રણ નકાર્યું છે, જેમાં મુખ્યમંત્રી આ વિદ્યાર્થીઓ સાથે આર્ટીકલ 370 સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સામેલ થવાના હતા. વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો છે. સુત્રો અનુસાક, પશ્ચિમી ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લાઓમાંકી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે શુક્રવારે પહોંચી ગયા છે.

આદિત્યનાથ શનિવારે લખનઉમાં આયોજિત આ કાર્યક્રમાં આર્ટિકલ 370 સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. જેમાં AMU ઉપરાંત ગૌતમ બુદ્ધનગર અને ગાજિયાબાદ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા કાશ્મીરી વિદ્યાર્થીઓને સામેલ થવાનું હતું. AMUના પબ્લિક રિલેશન વિભાગના પ્રભારી સહાફે કિડવાઈએ જણાવ્યું કે, યુનિવર્સિટી ઓથોરિટીએ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અંગે જાણ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી.

કિડવઈએ વધુમાં જણાવ્યું કે, અમે મંગળવારે જ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ અંગે જાણ કરી હતી. જો કે કોઈ વિદ્યાર્થીએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ નથી દાખવ્યો. અમે કોઈ પણ વિદ્યાર્થીને કાર્યક્રમમાં ભાગ લેવા માટે ફરજ ના પાડી શકીએ.

બીજી તરફ ઈન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર શિશિર સિંહે જણાવ્યું કે, અંદાજે 100 કાશ્મીરી વિદ્યાર્થીઓ શુક્રવારે લખનઉ પહોંચી ગયા છે અને તેઓ શનિવારે CM આવાસ પર યોજનારી ચર્ચામાં ભાગ લેશે.

CM રૂપાણી 36 હજાર વિદ્યાર્થીઓને ‘નમો-ઈ ટેબ્લેટ’નું કરશે વિતરણ