Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીરના સપના જોતું પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ

કાશ્મીરના સપના જોતું પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ

0
149

પાડોશી દેશ પાકિસ્તાને પોતાની તમામ આર્થિક મુશ્કેલીઓ છત્તાં કાશ્મીર રાગ આલાપવાનું ચાલુ રાખ્યું છે. પાકિસ્તાનના સંયુક્ત માનવાધિકાર પરિષદ (UNHRC)માં મંગળવારએ જમ્મુ-કાશ્મીર મામલાને ફરીથી એક વખત ઉછાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતે પણ પલટવાર કર્યો અને તેની બોલતી બંધ કરી દીધી છે.

બીજી તરફ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે, ત્યાં દૂધ જેવી રોજિંદી જરૂરિયાતની ચીજો મોંઘી વેચાઈ રહી છે કે, સમાન્ય લોકો માટે તે ખરીદવું શક્ય નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મહોર્રમના અવસરે અહીં સામાન્ય ખાણી-પીણીની ચીજોની કિંમતો આકાશને આંબી રહી છે. કરાંચી અને સિંધ પ્રાંતમાં દૂધની કિંમત 140 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગઈ છે. આ કિંમત પાકિસ્તાનની કરન્સી પ્રમાણે છે. પાકિસ્તાની અખબર એક્સપ્રેસ ન્યૂઝ પ્રમાણે, અહીંના સ્થાનિક ડેરી માફિયા મુહર્રમના અવસરે દૂધની વધતી માંગ વચ્ચે નાગરિકોને લૂંટી રહ્યા છે અને જંગી કિંમત વસૂલી રહ્યા છે.

જણાવી દઈએ કે, મોહર્રમ પર દૂધનો ઉપયોગ શરબત અને ખીર વગેરે બનાવવા માટે કરવામાં આવે છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સ્થાનિક વહિવટી તંત્રએ લોકોની સમસ્યાઓ પરથી મોઢું ફેરવી લીધું છે. સ્થિતિ એટલી ભયાનક છે કે, દૂધની દુકાનો હવે માત્ર સવારે અને સાંજના સમયે માત્ર થોડાક જ કલાકો માટે ખોલવામાં આવી રહી છે.

બીજી તરફ સરકાર તરફથી પણ કોઈ રાહત નથી મળી રહી. મળતી માહિતી પ્રમાણે, સરકારે દૂધની કિંમતો 94 રૂપિયા પ્રતિ લીટર નક્કી કરી છે. જો કે, સામાન્ય લોકોને દૂધ 110 રૂપિયે લીટરથી ઓછુ ક્યારેય નથી મળતું. બીજી તરફ આ બાબતે લોકોની આકરી આલોચનાનો સામનો કરી રહેલી સિંધ સરકારે ડેરી માલિકો સાથે મીટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાને લઈને મંગળવારે પાકિસ્તાનને ફરીથી એક વખત ફજેતીનો સામનો કરવો પડ્યો છે. ભારતે જણાવ્યું કે, ખુદ માનવાધિકાર બાબતના બેહદ ખરાબ રેકોર્ડ ધરાવતા એક દેશો લોકો સમક્ષ જૂઠ્ઠાણાનો પ્રચાર કર્યો છે. ભારતે સ્પષ્ટ જણાવ્યું કે, તે પોતાના આંતરિક બાબતમાં કોઈ અન્યની દખલ અંદાજી ક્યારેય સહન નહીં કરે.

UNHRCમાં પાકિસ્તાન પરાસ્ત, ભારતે 10 તર્કથી PAKની બોલતી કરી બંધ