Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

0
1293

જમ્મુ-કાશ્મીરમાં કલમ-144 હટાવવાની અરજી પર સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ બાબત સંવેદનશીલ છે. જેમાં સરકારને સમય મળવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, બે સપ્તાહ બાદ કેસની સુનાવણી કરવામાં આવશે.

અગાઉ સુપ્રીમ કોર્ટના એટર્ની જનરલને પૂછવામાં આવ્યું કે, આવું ક્યાં સુધી ચાલશે. જેનો જવાબ આપતી એટોર્ની જનરલે (AG) જણાવ્યું કે, જેવી સ્થિતિ સામાન્ય થશે, વ્યવસ્થા પણ સામાન્ય થઈ જશે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે, લોકોને ઓછામાં ઓછી હાલાકી થાય 1999થી હિંસાના કારણે 44,000 લોકો માર્યા ગયા છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું તમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છો? જેના પર એટોર્ની જનરલે જણાવ્યું કે, અમે રોજ સમીક્ષા કરી રહ્યાં છીએ. સુધારો થઈ રહ્યો છે. આશા છે કે, થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

સુનાવણી દરમિયાન AGએ જણાવ્યું કે, ગત વર્ષે જુલાઈમાં 40 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ વખતે કોઈના પણ મોત નથી થયા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ બાબત વિચારવા જેવી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અરજકર્તાએ ખોટા ઈરાદાથી અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટને કહ્યું કે, કોઈને નથી ખબર, કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. સરકાર પર વિશ્વાસ કરવો પડશે. આ મામલો સૌથી સંવેદનશીલ છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલે આગામી સુનાવણી 2 અઠવાડિયા બાદ કરવામાં આવશે.

અરજકર્તાની વકીલ મેનકા ગુરૂસ્વામીએ જણાવ્યું કે, મૂળભૂત સુવિધા પૂરી પાડવી જોઈએ. ઓછામાં ઓછું હોસ્પિટલ અને સંચાર સેવાઓમાં છૂટ આપવી જોઈએ. જેના પર એટર્ની જનરલે જણાવ્યું કે, સ્થિતિ સંવેદનશીલ છે. અમે મૂળભૂત સુવિધાઓમાં છૂટ આપવા માટે કામ કરી રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં હજું પણ મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, ટીવી અને કેબલ સુવિધા પર રોક લગાવવામાં આવી છે. જો કે જમ્મુમાં કલમ 144ને હટાવી લેવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં ફોનની સુવિધા શરૂ કરવામાં આવી છે. અત્યારે માત્ર મોબાઈલ કોલિંગની સુવિધા જ શરૂ કરવામાં આવી છે.

શું કાશ્મીરમાં આર્ટીકલ 370 સરદાર પટેલના ભેજાની ઉપજ? સરકારના દાવા પર ઉઠ્યા પ્રશ્ન