Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > શું કાશ્મીરમાં આર્ટીકલ 370 સરદાર પટેલના ભેજાની ઉપજ? સરકારના દાવા પર ઉઠ્યા પ્રશ્ન

શું કાશ્મીરમાં આર્ટીકલ 370 સરદાર પટેલના ભેજાની ઉપજ? સરકારના દાવા પર ઉઠ્યા પ્રશ્ન

0
1572

જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા આર્ટીકલ 370ને (Article 370) રદ્દ કરીને મોદી સરકાર ચર્ચામાં છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ ભાજપ (BJP) દાવો કરી રહ્યું છે કે, કાશ્મીરને ભારત સાથે જોડવાનું જે કામ દાયકાઓ પહેલા અધૂરૂ રહી ગયું હતું, તેને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) ટીમે પૂરૂ કર્યું છે. 552 રજવાડાઓનો ભારતમાં વિલય કરાવનારા સરદાર પટેલ (Sardar Patel) અને જવાહરલાલ નહેરૂ કાશ્મીરના મુદ્દે એકમત નહતા. ભાજપ આવું ઘણાં સમયથી કહેતી આવી છે. જો કે ઈતિહાસકારો ભાજપના આ દાવા સાથે સહમત નથી થતા.

ગત સપ્તાહે સંસદમાં આર્ટીકલ 370ની ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે નહેરૂ પર પ્રહાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીરની સમસ્યા માટે પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલને જવાબદાર ઠેરવતા જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, નહેરૂએ તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને જમ્મુ-કાશ્મીરની સમસ્યા ઉકેલવા માટે સ્વતંત્રતા આપી હોત અને હસ્તક્ષેપ ના કર્યો હોત તો આજે આ દિવસ ના જોવો પડત અને PoK પણ ભારતનો જ એક ભાગ હોત.

આ ઉપરાંત જમ્મુથી ભાજપના સાંસદ જુગલ કિશોર શર્માએ આરોપ લગાવ્યો હતો કે, નહેરૂએ શેખ અબ્દુલ્લાના કહેવા પર કાશ્મીરમાં આર્ટીકલ 370 અને આર્ટીકલ 35A લાગુ કર્યુ. તેમના પ્રમાણે, પટેલ ઉપરાંત બાબા સાહેબ આંબેડકર અને શ્યામા પ્રસાદ મુખર્જીએ વિરોધ કર્યો હતો.

અશોકા યુનિવર્સિટી હરિયાણામાં ઈન્ટરનેશનલ રિલેશન અને ઇતિહાસના પ્રોફેસર શ્રીનાથ રાઘવનનું માનવું છે કે, આ વાતના પૂરાવા છે કે, સરદાર પટેલે આર્ટીકલ 370નું સમર્થન કર્યું હતું. અંગ્રેજી અખબાર ધી ટેલિગ્રાફ સાથે વાતચીતમાં રાઘવને જણાવ્યું કે, આર્ટીકલ 370 સરદાર પટેલના ભેજાની ઉપજ હતી અને આ મામલે તેમના વિચારોને અન્યોની સરખામણીમાં વધારે મહત્વ મળ્યું હતું.

રાઘવને જણાવ્યું હતું કે, આ કહેવું મૂર્ખતા પૂર્ણ છે કે, માત્ર નહેરૂએ જ તેને લાગુ કર્યુ, કારણ કે આ એકલી સરકારનો નીતિગત નિર્ણય નહતો. તેને બંધારણ સભામાં પાસ કરવામાં આવ્યો હતો. રાઘવનના જણાવ્યા પ્રમાણે, આર્ટીકલનો ડ્રાફ્ટ તૈયાર કરવાથી લઈને પ્રથમ બેઠક 15 અને 16 મેં 1949ના સરદાર પટેલના ઘરે યોજાઈ હતી, જેમાં નહેરૂ પણ હાજર હતા.

રાઘવને જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી શેખ અબ્દુલા સાથે વાતચીત કરનારા મંત્રી એનજી આયંગરે નહેરૂ તરફથી અબ્દુલાને મોકલેલા પત્રનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેને સરદાર પટેલા પાસે એક સંદેશા સાથે મોકલવામાં આવ્યો હતો. આયંગરે પટેલને લખ્યું હતું કે, શું તમે જવાહરલાલને સ્પષ્ટ જણાવશો કે, તમારી મંજૂરી છે? તેઓ આ પત્ર પર તમારી સહમતી બાદ જ તેને શેખ અબ્દુલા પાસે મોકલવામાં આવશે.

અમદાવાદ-સુરત, CGSTના બાબુઓએ કર્યો ખેલ, 2.5 લાખની પેનલ્ટીના બદલે 50 લાખથી વધુનો તોડ