Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > “ધર્મ અને રાજકારણથી ઉકેલાશે નહીં કાશ્મીરનો મુદ્દો “

“ધર્મ અને રાજકારણથી ઉકેલાશે નહીં કાશ્મીરનો મુદ્દો “

0
107

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુરૂવારે એટલે 24 જૂને એટલે ઈમરજન્સી દિવસથી એક દિવસ પહેલા કાશ્મીરના રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાત કરશે તો તેમને મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણની વાતો ભલે યાદ ના રહે પરંતુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીની વાતો જરૂર યાદ રાખી જોઈએ કે કાશ્મીરનો મુદ્દો માનવતાના દાયરામાં ઉકેલાવો જોઈએ. પાછલા સાત વર્ષો અને ખાસ કરીને બે વર્ષોમાં કાશ્મીર મુદ્દા પર શેષ ભારતમાં કાશ્મીર વિજયનો આખ્યાન ચલાવવામાં આવ્યો તે ઉંડૂ રાજકારણ સાથે બદલાથી પ્રેરિત હતું. તે બદલો ઈસ્લામને માનનારા અનુયાયીઓ પાસેથી લેવાનો હતો અને 80ના દશકાના અંતમાં ઉભરેલા આતંકવાદનો તેની ભાષામાં જવાબ આપવાનો હતો.

પરંતુ અહીં વિનોબા ભાવેની તે ટિપ્પણી ખુબ જ પ્રાસંગિક લાગે છે, તેવી જ રીતે અટલ બિહારી વાજપેયીએ માનવતાની વાત કરી હતી. ધ્યાન આપવાની વાત છે કે અટલ બિહારી વાજપેયીએ તે વાત ત્યારે કહી હતી જ્યારે શેષ ભારતના લોકો બંધારણના દાયરામાં કાશ્મીરની સમસ્યાનું સમાધાનની વાત કરી રહ્યાં હતા અને હુર્રિયત કોન્ફ્રન્સના નેતા તે દાયરાને માનવા માટે તેયાર નહતા અને આઝાદીની માંગ કરી રહ્યાં હતા.

એવા સમયમાં સર્વોદય વિચારક અને ભૂદાની સંત વિનોબા ભાવેની તે ટિપ્પણી ઉપર ધ્યાન આપવા જેવું છે જે તેમને 22 મે 1959માં કાશ્મીર યાત્રાના શુભારંભના અવસરે કહ્યું હતું. “ कश्मीर का, हिंदुस्तान का और दुनिया का मसला रूहानियत से ही हल होगा, सियासत से नहीं। क्योंकि मजहब के दिन अब लद गए इसके आगे दुनिया में रूहानियत और विज्ञान चलेगा। मजहब, कौम, जबान वगैरह सब तरह से तफरके मिटाकर अपने दिल को वसी बनाएंगे तभी कश्मीर और हिंदुस्तान की ताकत बनेगी। वह ऐसी ताकत होगी जिससे दुनिया का हर शख्स सुकून पाएगा।’’

વિનોબા કાશ્મીરમાં ચાર મહિના રહ્યાં અને આ દરમિયાન તેમને દરેક વર્ગ સાથે વાત કરી. જેલમાં બંધ શેખ અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. તેમને કહ્યું કે, લોકો તેમના મિશનની સરખામણી શંકરાચાર્યના કાશ્મીર મિશન સાથે કરી રહ્યાં છે. શંકરાચાર્ય ત્યાં અદ્વૈતનો સંદેશ લઈને ગયા હતા. વિનોબાનું કહેવું હતુ કે માણસ અલ્લાહમાં ત્રણ રીતની વાતો કરવા માંગે છે. (1) હું જોવા માંગુ છુ (2) હું સાંભળવા ઈચ્છું છુ (3) હું પ્રેમ કરવા ઈચ્છું છું.

વિનોબાએ કાશ્મીર પ્રવેશ્યા ત્યારે તેમને કેટલાક મુસલમાન ભાઈઓ મળવા આવ્યા. તેમને વિનોબાને કુરાન શરીફ ભેટમાં આપી અને વિનાબાએ કહ્યું કે, તેમના માટે આનાથી સારી કોઈ ભેટ હોઇ જ શકે નહીં. વિનોબા પોતાની યાત્રામાં રોજ સવારે અગિયાર વાગે કુરાન શરીફની તિલાન (પઠન) કરતા હતા. તેમને કહ્યું કે, કાશ્મીર લલ્લા અને અલ્લાહનું દેશ છે. મારા પાસે પ્રેમની જેટલી શક્તિ છે તેને હું અહીં ઉડેલવા માટે આવ્યો છું. લલ્લા એટલે લલ્લેશ્વરી અટલે લલ્લા આરિફા (1320-1392) 14મી સદીનો કાશ્મીરનો મહાન શેવ સંત થયા છે. તેમની સ્વીકાર્યતા કાશ્મીરના હિન્દુ અને મુસલમાનોમાં સમાન રૂપમાં છે. તેમના શિષ્ય સ્વયમ નૂરૂદ્દીન નંદ ઋષિ થયા છે. લલ્લાની પરંપરા હિન્દુ-મુસલમાનો વચ્ચેના ભેદને ખત્મ કરે છે અને અધ્યાત્મના માધ્યમથી બંનેને એક કરે છે. પાછળથી તેમને રાજકારણ અને ધર્મે તેમનામાં ભાગલા પાડી દીધા.

વિનોબા પોતાના સમયથી ખુબ જ આગળની વાતો કરતાં હતા અને કાશ્મીર પર જય જગતના કૌલ (મંત્ર) પણ લાગું કરવા ઈચ્છતા હતા અને તે પણ કહેતા હતા કે દુનિયાની છ મહત્વપૂર્ણ શક્તિઓ જો ઈચ્છે તો કાશ્મીરની સ્થિતિ સ્વિટ્ઝલેન્ડ જેવી થઈ શકે છે. કદાચ દુનિયા રાજકારણ અને ધર્મથી ઝડપી મુક્ત ના થાય પરંતુ તે જરૂરી છે કે આપણે કોઈ મુદ્દાને ત્યારે જ ઉકેલી શકીશું જ્યારે રાજકારણ અને ધર્મને માનવ સેવાનું ઉપકરણ માને અને જડતાને છોડે. માત્ર ગુપકાર ગેંગ કહીને ગાળો આપવાથી કામ ચાલતું તો પછી કેન્દ્ર સરકાર કેમ કાશ્મીરી નેતાઓને વાત કરવા માટે બોલાવતી.

મહાત્મા ગાંધી

જોકે મહાત્મા ગાંધીએ વિનોબાની જેમ રાજકારણ અને ધર્મને છોડવાની વાત કરી નહતી, કેમ કે તે વિનોબા જેવા સંત અને મહાત્માની સાથે મોટા રાજકીય નેતા પણ હતા. તેથી જ્યારે ઓગસ્ટ 1947 ના પહેલા અઠવાડિયામાં મહાત્મા ગાંધી કાશ્મીરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે એક અલગ સંદેશ આપ્યો જે આજે લોકોને ખુબ જ સારી આવી શકે છે.

ગાંધી કાશ્મીરમાં પાંચ દિવસ રહ્યાં. ત્રણ દિવસ ઘાટીમાં અને બે દિવસ જમ્મુમાં. તેમને મહારાજા હરિ સિંહનું આતિથ્ય સ્વીકાર કર્યુ નહીં પરંતુ શેખ અબ્દુલ્લાની પત્ની બેગમ અકબર જ્યાં અબ્દુલ્લાના હાથથી દુધનો ગ્લાસ લેવાનું સ્વીકાર કર્યું. તે કૃષ્ણ જેવો રાજકીય સંદેશ આપવાની કોશિશ હતી, જેમને દૂર્યોધનના ઘરના મેવાવાળું ભોજન છોડીને વિદુરના ઘરે સૂકી ભાજી ખાધી હતી.

કેમ કે ગાંધી જવાહર લાલ નેહરૂના આગ્રહ કાશ્મીર તે રાજકારણનું ભારતમાં આવવાની સંભાવનાઓ વિશે માહિતી મેળવવા માટે ગયા હતા. ગાંધીની યાત્રાનું ઉદ્દેશ્ય હતો મહારાજાની જેલમાં બંધ શેખ અબ્દુલ્લાની રિહાઈ માટે માહોલ બનાવવો અને કાશ્મીરીઓનો મન જાણવો હતો. ગાંધીએ કહ્યું, “કાશ્મીરને મહારાજા બચાવી શકશે નહીં. તેને મુસ્લિમ, કાશ્મીર પંડિત, રાજપત અને સિખ સમુદાય જ બચાવી શકે છે.” જોકે, ગાંધી પણ વિનોબાની જેમ જ વધારે સામુદાયિકત એકતા અને આધ્યાત્મિક મુદ્દાઓ પર બોલ્યા. તેમને કહ્યું કે, અત્યાર સુધી રાજાઓનું સાર્વભૌમત્વ હતું, અંગ્રેજોનું સાર્વભૌમત્વ હતું, હવે જનતાનું સાર્વભૌમત્વ શરૂ થવી જોઈએ. એટલે ત્યાં એક રેડિકલ લોકતંત્રનો સંદેશ આપીને આવ્યા.

ત્યાં ગાંધીનું ખુબ જ ભવ્ય સ્વાગત થયું. તે સ્વાગત માટે એટલી ભીડ એકઠી થઈ ગઈ કે શ્રીનગરના સભા સ્થળ સુધી ગાંધી ઝેલમ નદી પર બનેલા પુલથી પાર જઈ શક્યા નહીં. લોકો મહાત્મા ગાંધીની જયના નારા લગાવી રહ્યાં હતા અને પુલ પર જામ લગાવી રાખ્યો હતો. ગાંધી હોડીથી પેલી પાર ગયા અને 25000ની ભીડને સંબોધિત કરી. તે પછી સપ્ટેમ્બરમાં મહારાજાએ શેખ અબ્દુલ્લાને છોડી મૂક્યા. 28 નવેમ્બરે શેખ અબ્દુલ્લા દિલ્હીમાં ગાંધીની પ્રાર્થના સભામાં ઉપસ્થિત હતા. તેમને કહ્યું કે શેખ અબ્દુલ્લાએ એક કામ કર્યું. તેમને હિન્દૂ, સિખ અને મુસલમાનોમાં એકતા બનાવી રાખી.

જય પ્રકાશ નારાયણ

અહીં તે યાદ અપાવવું રસપ્રદ રહેશે કે જે જયપ્રકાશ નારાયણનું નામ લેવાથી સંઘ અને ભાજપાવાળા થાકતા નથી અને તેમના સંબંધિત જે ઈમરજન્સી દિવસ 25 જૂનના એક દિવસ પહેલા વડાપ્રધાન કાશ્મીરના રાજકીય પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરવા જઈ રહી છે અને તેઓ જેપી કાશ્મીર વિશે શું વિચારતા હતા. જેપી પૂર્વોત્તરની સમસ્યાઓ સાથે કાશ્મીરની સમસ્યા ઉકેલવા માટે પણ સક્રિય હતા. તેમેન ઈન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે તરત જ જેલમાં બંધ શેખ અબ્દુલ્લાની રિહાઇ માટે પત્ર લખ્યો હતો. તેમને 1966માં લખેલા પોતાના પત્રમાં કહ્યું, “આપણે ધર્મનિરપેક્ષ બનીએ છીએ પરંતુ હિન્દુ રાષ્ટ્રવાદને રેલમપેલ મચાવીને દમનના માધ્યમ સ્થાપિત થવાની તક આપીએ છીએ. કાશ્મીરે દુનિયામાં ભારતની છબિને જેટલું નુકશાન પહોંચાડ્યું છે તેટલું કોઈએ પહોંચાડ્યું નથી.”

પરંતુ તેઓ ઈન્દિરા ગાંધીને કાશ્મીરમાં હિન્દુ રાષ્ટ્રવાદ થોપવા વિરૂદ્ધ આગાહ કરે છે તો 1968માં શ્રીનગરમાં થયેલા એક સેમિનારમાં શેખ અબ્દુલ્લા અને કાશ્મીરના નેતાઓને પણ સતર્ક કરે છે. તેમને શેખ અબ્દુલ્લાની હાજરીમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સત્તાઓને આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં રસ છે પરંતુ કાશ્મીરને ભારતથી અલગ થવું જોઈએ નહીં.

કાશ્મીર ભારતના બિનસાંપ્રદાયિકતાનો પુરાવો છે અને તેના કારણે જ આજે ભારતની ઓળખની સૌથી મોટી કસોટી પણ થઈ રહી છે.

જો કોઈ કાશ્મીરી પંડિતોની દ્રષ્ટિએ કાશ્મીર સમસ્યા હલ કરવા માંગે છે, તો તે હલ થશે નહીં. અને ના ત્યાંની સમસ્યા માત્ર મુસ્લિમોની દ્રષ્ટિકોણથી ઉકેલાશે. તેવી જ રીતે સિખ અને રાજપૂતોની દ્રષ્ટિકોણથી પણ કાશ્મીરનો મુદ્દો ઉકેલી શકાશે નહીં. કાશ્મીરની સમસ્યા આ બધાને અલગ-અલગ વહેંચીને પણ કરી શકાશે નહીં. આ બધાને એક સાથે જોડીને અને ખુબ જ વિચારણા અને મોટા દિલથી નિર્ણય લઈને કાશ્મીરના મુદ્દાઓને ઉકેલવા સંભવ છે.

એક ઉચ્ચસ્તરીય નૈતિકતા પણ કાશ્મીર જેવી જટિલ સમસ્યાઓ માટે જોઈએ. એક વૈશ્વિક જનમત અને સહયોગ પણ કાશ્મીરને બચાવવા માટે જોઈએ. તેની ઝલક ગાંધી, વિનોબા અને જયપ્રકાશ નારાયણની કોશિશ અને વિચારોમાં જોવા મળી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat