Gujarat Exclusive > દેશ-વિદેશ > કાશ્મીર: સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર

કાશ્મીર: સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર

0
1

કાશ્મીરના પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.

કાશ્મીર ઝોનની પોલીસે આ જાણકારી આપી છે. આ એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું, “પુલવામાના ચાંદગામમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ JeM આતંકીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાની નાગરિક છે. તેમની પાસેથી 2 M-4 કાર્બાઈન અને એક AK શ્રેણીની રાઈફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.

આ પહેલા મંગળવારે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (LeT)ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લાના ઓકે ગામને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા બંને સ્થાનિક હતા અને તેઓ લશ્કર સાથે સંકળાયેલા હતા અને તેઓ ઘણી આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat