Gujarat Exclusive > The Exclusive > PoKથી આવેલા કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારની મોટી જાહેરાત

PoKથી આવેલા કાશ્મીરી પરિવારો માટે મોદી સરકારની મોટી જાહેરાત

0
655

મોદી સરકારે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણય કર્યા છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં વિસ્થાપિત થઈને ભારતના અનેક રાજ્યોમાં આવીને વસેલા 5300 પરિવારોને દિવાળીની ભેટ આપી છે. હવે આ પરિવારોને કેન્દ્ર તરફથી સાડા પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જેની માંગ લાંબા સમયથી ઉઠી રહી હતી.

આ 5300 પરિવારોનું નામ શરૂઆતમાં વિસ્થાપિતોની યાદીમાં સામેલ નહતું, પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે, તેમનું નામ યાદીમાં સામેલ કરવામાં આવે અને તેમને આર્થિક સહાયતા આપવામાં આવે.

જણાવી દઈએ કે, આ 5300 પરિવારોમાં ત્રણ પ્રકારના પરિવારો સામેલ છે. જેમાં કેટલાક પરિવારો 1947ના ભાગલા સમયે આવ્યા હતા, કેટલાક કાશ્મીરના વિલય બાદ અને કેટલાક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ભારતમાં આવ્યા હતા. આ પરિવારો કાશ્મીરથી નીકળીને અલગ રાજ્યોમાં પણ વસ્યા હતા.

2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PoKથી આવેલ લોકો માટે 5.5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. જો કે તે સમયે 5300 પરિવારોને લાભ નહતો મળી શક્યો. જો કે હવે કેન્દ્રીય કેબિનેટ દ્વારા આવા પરિવારોને સહાયતા રકમ આપવાની મંજૂરી મળી ગઈ છે.

કોણ છે આવા પરિવાર?
આ 5300 પરિવારો એવા છે, જે ભાગલા બાદ કાશ્મીરના વિલય બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છોડીને ભારત આવ્યા હતા. જો કે ત્યારે તેઓએ કાશ્મીરમાં રોકાવાની જગ્યાએ દેશના અન્ય રાજ્યોમાં વસવાટ કર્યો હતો અને પછી જમ્મુ-કાશ્મીરમાં આવીને વસ્યા હતા. આજ કારણ હતું કે, તેમની પાસે કોઈ અધિકાર નહતો અને કોઈ સરકારી લાભ તેમને નહતો મળતો.

પોલીસના માથા પર બેસીને જૂ કાઢતો જોવા મળ્યો વાંદરો, વીડિયો થયો વાયરલ