મેંગલુરુ: કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક ખાનગી યુનિવર્સિટીના પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુસ્લિમ વિદ્યાર્થીને આતંકવાદીના નામથી બોલાવતા પ્રોફેસરનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Advertisement
Advertisement
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મણિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો એક મુસ્લિમ વિદ્યાર્થી ક્લાસમાં પ્રોફેસરને સવાલ કરતા જોઈ શકાય છે. વિદ્યાર્થીનું કહેવું છે કે તે (પ્રોફેસર) અપમાનજનક રીતે તેની શ્રદ્ધાની મજાક ઉડાવી શકે નહીં.
વીડિયોમાં વિદ્યાર્થીને એમ કહેતા સાંભળી શકાય છે કે, ’26/11 (મુંબઈ આતંકી હુમલાનો દિવસ) મજાક નથી. આ દેશમાં મુસ્લિમ હોવું અને આ બધું રોજેરોજ સહન કરવું એ મજાક નથી સાહેબ. તમે મારા ધર્મની મજાક ન ઉડાવી શકો, તે પણ અપમાનજનક રીતે.
આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ મૌન રહે છે અને તેમાંથી એક તેને શાંત થવા માટે કહે છે.
Breaking: Manipal Univ has reportedly suspended the professor who called a Muslim student a ‘terrorist’: this is what ‘normalisation’ of awful bigotry does for which public figures, civil society and media too need to introspect. ? pic.twitter.com/FflAYAhzeS
— Rajdeep Sardesai (@sardesairajdeep) November 28, 2022
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ વીડિયોમાં પ્રોફેસર વિદ્યાર્થીની માફી માગતા સાંભળી શકાય છે. તે કહે છે કે ‘તે તેના પુત્ર જેવો છે’.
આના પર વિદ્યાર્થીએ જવાબ આપ્યો, ‘શું તમે તમારા પુત્ર સાથે આ રીતે વાત કરશો? શું તમે તેને આતંકવાદી કહી શકશો?’
જ્યારે પ્રોફેસરે ‘ના’ કહ્યું, તો વિદ્યાર્થીએ આગળ કહ્યું, ‘તો પછી તમે મને આટલા બધા લોકોની સામે આ રીતે કેવી રીતે બોલાવી શકો? તમે પ્રોફેશનલ વ્યક્તિ છો, તમે ભણાવી રહ્યા છો. ફક્ત માફ કરશો કહેવાથી તમે કેવી રીતે વિચારો છો અથવા તમે તમારી જાતને અહીં કેવી રીતે રજૂ કરો છો તે બદલાતું નથી.
ત્યારે વિદ્યાર્થી કહે છે કે જો તેના પિતાએ આવું કંઈક કહ્યું હોત તો તેણે તેમને પણ છોડી દીધા હોત.
Statement by Manipal Institute of Technology on recent incident of a Professor allegedly refering to a Muslim student as ‘Kasab’. pic.twitter.com/MOGF9pnV4m
— Mohammed Zubair (@zoo_bear) November 28, 2022
યુનિવર્સિટીના જનસંપર્ક નિર્દેશક એસપી કારે કહ્યું છે કે આ ઘટના કથિત રીતે ગયા અઠવાડિયે બની હતી. સંસ્થાએ એવો પણ દાવો કર્યો છે કે વિદ્યાર્થીને કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું.
એક નિવેદનમાં યુનિવર્સિટીએ કહ્યું, “અમે દરેકને જાણાવવા માંગીએ છીએ કે આ સંસ્થા આ પ્રકારના વર્તનને માફ કરતી નથી અને આ અનોખી ઘટનાને સ્થાપિત નીતિ અનુસાર વ્યવહાર કરવામાં આવશે.”
યુનિવર્સિટીએ પ્રોફેસરને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી છે. કોલેજે પ્રોફેસરને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વર્ગો ભણાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
Advertisement