Gujarat Exclusive > રાજનીતિ > કર્ણાટક ભાજપમાં ભડકો! CM યેદિયુરપ્પાથી હાઈકમાન્ડ નારાજ

કર્ણાટક ભાજપમાં ભડકો! CM યેદિયુરપ્પાથી હાઈકમાન્ડ નારાજ

0
120
  • રાજ્યનો આગામી મુખ્યમંત્રી ઉત્તર કર્ણાટકથી હશે
  • યેદિયુરપ્પાને CM ખુરશી પર બેસાડવામાં ઉત્તર કર્ણાટકનો સિંહફાળો
  • રાજ્ય સરકારની નિષ્ફળ નીતિઓના કારણે નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી

Karnataka Political Crisis: કર્ણાટકમાં ભાજપની સરકારમાં વિરોધના સ્વર સંભળાવવા લાગ્યાં છે. જે પ્રકારે મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાં રાજનીતિક સંકટ જોવા મળ્યું, તેવી જ ઉથલપાથલના સંકેટ કર્ણાટકમાં પણ ભાજપના (Karnataka BJP) અંદર જ જોવા મળી રહ્યાં છે.

કર્ણાટકમાં ભાજપની અંદર જ ભડકો (Karnataka Political Crisis) જોવા મળી રહ્યો છે અને પાર્ટીની અંદરથી જ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી છે. ભાજપના ધારાસભ્ય (BJP MLA) બાસનગૌડા પી યતનાલે (Basangouda Yatnal) મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (CM BS Yeddiyurappa) વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. તેમણે દાવો કર્યો છે કે, યેદિયુરપ્પાથી ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ ખુશ નથી અને તેઓ જલ્દી મુખ્યમંત્રી બદલવા માંગી રહ્યાં છે.

ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, કર્ણાટકના રાજકીય સંકટ પર (Karnataka Political Crisis) ભાજપ ધારાસભ્ય બાસનગૌડા પી યતનાલે (BJP MLA Basangouda Yatnal) કહ્યું છે કે,

“મુખ્યમંત્રીને જલ્દી બદલવામાં આવે, કારણ કે રાજ્યના મોટાભાગના વરિષ્ઠ નેતાઓ બીએસ યેદિયુરપ્પાથી (CM BS Yeddiyurappa) ખુશ નથી. PM મોદી પણ કહી ચૂક્યાં છે કે, આગામી મુખ્યમંત્રી ઉત્તર કર્ણાટકથી હશે. યેદિયુરપ્પા અમારા કારણે મુખ્યમંત્રી બન્યા. ઉત્તર કર્ણાટકે 100 ધારાસભ્યો આપ્યા, જેના કારણે તેઓ CM ખુરશી પર જઈને બેસી શક્યા. ”

જણાવી દઈએ કે, CM યેદિયુરપ્પાને લઈને થોડા દિવસો પહેલા પણ એવા સમાચાર સામે આવ્યા હતા કે, તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને BJP રાજ્યમાં નેતૃત્વ બદલવા (Karnataka Political Crisis) ઈચ્છી રહી છે. જો કે પાછળથી ભાજપે આ સમાચારને રદિયો આપ્યો હતો.

આ પણ વાંચો:  Ayushman Sahakar Yojana: ગામડાઓમાં મેડિકલ કોલેજ કે હોસ્પિટલ ખોલવું બન્યું સરળ

તાજેતરમાં 77 વર્ષના યેદિયુરપ્પા નવી દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે PM મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડી સાથે મુલાકાત કરી હતી. જે બાદ તેમની CM ખુરશી ખાલી કરવાની અટકળોએ વેગ પકડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કર્ણાટકમાં ભયાનક પુરની સ્થિતિ છે. જેમાં રાહત કાર્યોમાં વિલંબના કારણે પણ યેદિયુરપ્પાને (CM BS Yeddiyurappa) વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય કર્ણાટકમાં કોરોના વાઈરસ સામે જંગ જીતવા માટે સરકારની નિષ્ફળ નીતિઓના કારણે પણ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી રહી છે.