Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING: કરજણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

BREAKING: કરજણમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયું

0
687

કરજણઃ વડોદરાની નજીકની કરજણ વિધાનસભા પેટાચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Karjan-Nitin patel-chappal) પર ચપ્પલ ફેંકાયું હતું. તેઓ આગામી ત્રીજી નવેમ્બરે યોજાનારી આઠ બેઠકોની વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચાર કરવા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આ અગાઉ સુરતમાં પણ ભાજપના ઉમેદવાર જે વી કાકડિયા પર ઇંડા ફેકવાનો બનાવ બન્યો હતો, પછી આ ઘટનાની તપાસ કરવામાં આવી તો ઇંડા ફેંકનાર કોંગ્રેસના કોર્પોરેટરનો પતિ અને કાર્યકર નીકળ્યા હતા, તેથી તેમણે આ ઘટનામાં પણ અનિચ્છનીય તત્વોનો હાથ હોવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના પર કોઈએ ચપ્પલ ફેંક્યુ હતુ. કરજણના કરોલી ગામ ખાતે આ ઘટના બની હતી.

આ અંગે ભાજપે કોંગ્રેસ પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચપ્પલ ફેંકવામાં કોંગ્રેસનો હાથ છે. ભાજપના મીડિયા સેલના પ્રમુખ પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. હારની હતાશામાં તેણે આવું કૃત્ય કર્યુ છે. તેની પાછળ કોંગ્રેસના લુખ્ખાતત્વોનો હાથ છે. ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર. પાટિલે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું હતું કે આ રીતે ચપ્પલ ફેંકવાના સંસ્કાર કોંગ્રેસના છે, ભાજપના નથી. પોલીસ દ્વારા ચપ્પલ ફેંકનારની તપાસ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાજપના નરેન્દ્ર રાવતે પણ ચપ્પલ ફેંકવાની ઘટનાને વખોડી હતી.

આ અંગDeputy Chief Minister Nitin