Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > કરિનાએ 26 હજારનું માસ્ક પહેરી આપી સલાહ, યુઝર્સે કહ્યું- બધાની આટલી ત્રેવડ નથી

કરિનાએ 26 હજારનું માસ્ક પહેરી આપી સલાહ, યુઝર્સે કહ્યું- બધાની આટલી ત્રેવડ નથી

0
54

કરિનાએ ફેન્સને કહ્યું- ‘આ કોઇ પ્રોપેગેન્ડા નથી, મહેરબાની કરીને માસ્ક પહેરી રાખો’

મુંબઇઃ બોલીવૂડ અભિનેત્રી કરિના કપૂરે માસ્ક પહેરીને સોશિયલ મીડિયા પર લોકોને કોવિડ-19ના નિયમોનું પાલન કરવાની સલાહ તો આપી.પરંતુ તેણે પહેરેલા મોંઘેરા માસ્ક (kareena 26000 Mask)ને કારણે તે ટ્રોલ થવા માંડી છે. કારણ કે પ્રસદ્ધિ બ્રાન્ડ LVના આ માસ્કની કિંમત જાણી ચોંકી જવાશે. વળી અત્યારે તો આ માસ્ક આઉટ ઓફ ઓર્ડર છે.

દેશભરમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને બોલીવૂડમાં પણ કોરોનાએ સકંજો કસ્યો છે. થોડા કેટલાક સમયમાં જ આમિર ખાન, રણબીર કપૂર, પરેશ રાવલ, અક્ષયકુમાર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ગોવિંદા અને ભૂમિ પેન્ડેકર સહિતના કલાકાર કસબીઓ કોરોના પોઝિટિવ થઇ ગયા. પ્રથમ લહેર કરતા પણ કોરોનાની બીજી લહેરે લોકોમાં ખાસ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભય બેસાડી દીધો છે.

આ પણ વાંચોઃ જન્મદિન વિશેષ: ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાના, હસતા ચહેરા પાછળ છૂપાઈ છે દર્દનાક કહાની

 લોકો કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલ કરેઃ બેબો

કોરોનાના આવા કેર વચ્ચે બેબો કરિના કપૂર ખાને લોકોને કોવિડના નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ કોઇ પ્રોપેગેન્ડા નથી. મહેરબાની કરીને માસ્ક પહેરી રાખો. આમ તો ઘણા સ્ટાર્સે કોરોનાના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. પરંતુ કરિના કપૂર ખાન તેના માસ્કને કારણે ચર્ચાનો વિષય બની ગઇ છે. તેણે પહેરેલું માસ્ક (kareena 26000 Mask)ખરેખર એક સામાન્ય માણસ માટે નથી.

કરિના કપૂર ખાન સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ પણ શેર કરતી રહે છે. તેના ફેન્સ પણ બેબોની પોસ્ટની રાહ જોતા હોય છે. પરંતુ આજની પોસ્ટ બાદ તેને કેટલાક યુઝર્સ ટ્રોલ કરવા લાગ્યા કે બેબો તારી વાત સાચી કોવિડ-19ના નિયમનો પાલન બહુ જરુરી છે. પરંતુ તે પહેરેલું માસ્ક ખરીદવા માંડે બધાની ત્રેવડ નથી.

LV બ્રાન્ડનું માસ્ક આઉટ ઓફ ઓર્ડર

નોંધનીય છે કે કરિના કપૂર ખાને કાળું માસ્ક લગાવી ઇંસ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી લોકોને સલાહ આપી અને કોરોના સામે ફેન્સને જાગરુક કર્યા. તસવીરમાં કરિનાએ બ્લેક કલરનું જે માસ્ક પહેર્યું છે. તે સસ્તું નથી. કારણ કે માસ્ક પર સફેદ રંગમાં LV લખેલુ દેખાય છે. જે એક પ્રસિદ્ધ બ્રાન્ડ છે. આ માસ્ક (kareena 26000 Mask) એક સિલ્ક પાઉચમાં મળે છે.

બ્રાન્ડની વેબસાઇડ પર ચેક કરતાની તેની કિંમત 355 અમેરિકી ડોલર (આશરે 25,994 રુપિયા) હોવાનું જણાઇ. અલબત્ત અત્યારે તે સાઇડ પર આઉટ ઓફ સ્ટોક દેખાય છે. તેથી તેની લોકપ્રિયતા અને તેની ડિમાન્ડનો ખ્યાલ આવી શકે છે.

આ પણ વાંચોઃ દુબઇમાં એક ઇમારતની બાલકનીમાં 40 મહિલાઓએ નગ્ન પોઝ આપતા વિવાદ

કરિનાની ફિલ્મ વર્ષના અંતમાં આવશે

કરિના કપૂર ખાનન વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા છે. જે 25 ડિસેમ્બરે રિલીઝ થઇ શકે છે. કરિના માટે વર્ષ 2021 બહુ ખાસ હતું. જેમાં તેણે બીજા દિકરાને જન્મ આપ્યો. હાલ તે નવજાત શિશુની દેખરેખમાં વ્યસ્ત છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat