Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > Kapil Devને હાર્ટ એટેકઃ 1983માં લિજેન્ડરી ક્રિકેટરે અનહોની કરી હતી

Kapil Devને હાર્ટ એટેકઃ 1983માં લિજેન્ડરી ક્રિકેટરે અનહોની કરી હતી

0
76
  • એન્જીયોપ્લાસ્ટી બાદ કપિલ દેવ ICUમાં
  • થોડા દિવસોમાં રજા મળવાની સંભાવના

નવી દિલ્હીઃ ભારતને ક્રિકેટનો સૌપ્રથમ વર્લ્ડ કપ જીતાડનારા ભૂતૂપર્વ કેપ્ટન કપિલદેવ ને હાર્ટએટેક (Kapil dev-Heart attack)આવ્યો છે. લિજેન્ડરી ક્રિકેટર કપિલને છાતીમાં દુઃખાવા પછી તેમને દિલ્હીની Fortis Escorts Heart Institute, ઓખલા રોડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

હાર્ટમાં બ્લોકેજના લીધે કપિલદેવ (Kapil dev)ની એન્જિયોપ્લાસ્ટી થઈ છે. ત્યાર બાદ તેમની સ્થિતિ સુધારા પર હોવાનું મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે.

કપિલ દેવને હાર્ટએટેકના ન્યૂઝ સાંભળી પ્રસંશકોને ચિંતા

ચંડીગઢમાં 6 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા કપિલ દેવ (Kapil dev)ની વય 61 વર્ષ છે.  કેટલાક સમયથી તેમને ડાયાબિટિસ છે. પરંતુ તેમને આવેલા હાર્ટએટેકેના સમાચાર સાંભળી તેમના મિત્રો અને પ્રસંશકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કપિલ બહુ ફિટનેસ ફ્રેન્ડલી રહ્યા છે.

કપિલ દેવક્રિકેટ કાળ દરમિયાન ફાસ્ટ મીડિયમ પેસર બોલર હોવા છતાં ફિટનેસ પ્રેમી હોવાને કારણે મેચની બહાર ક્યારેય રહ્યા નહતા.

હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે કપિલને ICUમાં રાખવામાં આવ્યા છે. પરંતુ તેમની સ્થિતિ ચિંતાજનક નથી. આગામી થોડા દિવસોમાં કપિલ દેવને રજા આપી દેવામાં આવશે. મેડિકલ બુલેટિન મુજબ ક્રિકેટર કપિલ દેવ (Kapil dev)ને 23 ઓક્ટોબરે મધરાત બાદ 1 કલાકે ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઇન્સિટિટ્યૂટ (ઓખલા) લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ BREAKING: ભારતની 1983ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના કર્ણધાર કપિલદેવને હાર્ટએટેક

 Kapil dev ડૉ. અતુલ માથુરની ટીમની દેખરેખમાં

રાત્રે તેમના પર એન્જીયોપ્લાસ્ટી કરી દેવાઇ હતી. ત્યાર બાદ તેમને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કપિલ દેવ ડૉ. અતુલ માથુર અને તેમની ટીમની દેખરેખ હેઠળ છે.

કપિલદેવ (Kapil dev)ને હાર્ટએટેકના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના ટીમના ભૂતપૂર્વ સહયોગીઓ અને પ્રશંસકોએ તેમના ઝડપથી સાજા ફરવાની પ્રાર્થના કરી હતી.

કપિલદેવની કેપ્ટન્સી હેઠળ ભારત 1983માં સૌપ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ ત્યારે 23 વર્ષના ભરયુવાન ખેલાડી હતા. ઇંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર ફાઇનલમાં ખતરનાક વેસ્ટ ઇન્ડીઝને અનઅપેક્ષિત પરાજય આપી ક્રિકેટ જગતને ભારતે સ્તબ્ધ કરી દીધું હતું.

ભારત પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલની કેપ્ટનશિપમાં ભારતીય ટીમમાં આક્રમકતા જોવા મળી હતી. જેના કારણે અન્ડર ડોગ ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ જેવી ધરખમ ટીમને બે વખત હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કપિલ દેવે 12 વિકેટ ખેરવાની સાથે 60.6ની સરેરાશથી 303 રન બનાવવા ઉપરાંત 7 કેચ પકડી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો.

kapil-dev-new-look

83ના વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે મેચ ટર્નિંગ પોઇન્ટ

કેપ્ટન કપિલદેવ (Kapil dev)ની વય તે સમયે 23 વર્ષની હતી. આ ટૂર્નામેન્ટમાં ઝિમ્બાબ્લે સામે મેચ ભારત અને કપિલ બ્ને માટે ટર્નિંગ પોઇન્ટ બની હતી. પહેલી વખત વર્લ્ડ કપ રમી રહેલા ઝિમ્બાબ્વેએ ભારતને હંફાવી દીધુ હતું. તેણે પ્રથમ બેટિંગ કરતા 235 રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતે માત્ર 9 રનમાં ચાર વિકેટ ગુનાવી દીધી હતી. બંને ઓપનર ગાવસ્કર અને કે શ્રીકાંત ખાતુ ખોલ્યા વિના પેવિલિયન ભેગા થઇ ગયા હતા. આવા સમયે કપિલ દેવે એકલા હાથે ટીમને વિજય અપાવ્યો હતો. જેમાં રવિ શાસ્ત્રી અને રોજર બિન્નીએ કપિલને સાથ આપ્યો હતો.

આ પણ વાંચોઃ સંજય દત્તે કેન્સર સામે જીત્યો જંગ, પરિવાર, મિત્રો અને ચાહકોનો માન્યો આભાર

કપિલની ઐતિહાસિક ઇનિંગ્સનો વીડિયો રેકોર્ડ નથી

કપિલે 138 બોલમાં 16 ચોગ્ગાની મદદથી 175 રન ઠોકી દીધા હતા. તે સમયે આ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો. દુર્ભાગ્યવશ કપિલની આ ઐતિહાસિક ઇનિંગ્સનો કોઇ વીડિયો રેકોર્ડ નથી. બીબીસી આ મેચ માટો સત્તાવાર બ્રોડકાસ્ટર હતું પરંતુ મેચ દરમિયાન જ તેણે હડતાળ પાડી દીધી. પરિણામે વીડિયોમાં કપિલનો રંગ જોવા મળી રહ્યો નથી.

ટેસ્ટમાં 400થી વધુ વિકેટ, 5000 રન કરનારા એકમાત્ર ક્રિકેટર

કપિલદેવે (Kapil dev) 131 ટેસ્ટમાં 5,248 રન કર્યા છે અને 434 વિકેટ ઝડપી છે. તેની સામે 225 વન-ડેમાં 3,783 રન અને 253 વિકેટ પણ ઝડપી છે. કપિલ દેવ ટેસ્ટમાં 400થી વધુ (434) વિકેટ અને 5000થી વધુ (5248)રન કરનારા વિશ્વના એકમાત્ર ખેલાડી છે. કપિલને 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયા હતા.

કપિલે ટેસ્ટ મેચમાં 8 સદી અને 27 અર્ધ સદી ફટકારી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 163 રન છે. જ્યારે વન-ડેમાં કપિલના નામે એક સદી અને 14 અર્ધ સદી છે. તેમાં હાઇએસ્ટ રન 175 છે. જે 83ના વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે કર્યા હતા.

ક્રિકેટ કરિયરની શરુઆત 1978માં પાક. સામે કરી

કપિલ દેવે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પાકિસ્તાન સામે 16-21 ઓક્ટોબર 1978માં રમી હતી. જ્યારે પ્રથમ વન-ડે પણ પાકિસ્તાન સામે 1 ઓક્ટોબર 1978માં રમી હતી.’

આ પણ વાંચોઃ IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

કપિલના જીવન પર ફિલ્મ બની રહી છે

kapil Dev

kapil Dev

ક્રિકેટ જગતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં સામેલ કપિલ દેવ (Kapil dev) પર બોલીવૂડમાં ફિલ્મ બની રહી છે. ’83’ નામની આ ફિલ્મના ડાયરેક્ટર ચકદે ઇન્ડિયા ફેમ કબીર ખાન છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવ બન્યો છે. જ્યારે કપિલની પત્ની રોમીનો રોલ રણવીરની પત્ની દીપિકા પદુકોણ ભજવી રહી છએ.