Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > BREAKING: ભારતની 1983ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના કર્ણધાર કપિલદેવને હાર્ટએટેક

BREAKING: ભારતની 1983ની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના કર્ણધાર કપિલદેવને હાર્ટએટેક

0
104

ટીમના ભૂતપૂર્વ સહયોગીઓ અને પ્રશંસકોએ ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી Kapil dev-Heart attack

નવી દિલ્હીઃ ભારતને ક્રિકેટનો સૌપ્રથમ વર્લ્ડ કપ જીતાડનારા ભૂતૂપર્વ કેપ્ટન કપિલદેવને હાર્ટએટેક (Kapil dev-Heart attack)આવ્યો છે. છાતીમાં દુઃખાવા પછી તેમને દિલ્હીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજના લીધે કપિલદેવની એન્જિયોપ્લાસ્ટી થઈ છે. ડોક્ટરના જણાવ્યા મુજબ કપિલદેવની હાલત સ્થિર છે. હવે તેમની તબિયત સુધારા પર છે. કપિલદેવને હાર્ટએટેકના સમાચાર વાયુવેગે ફેલાતા તેમના ટીમના ભૂતપૂર્વ સહયોગીઓ અને પ્રશંસકોએ તેમના ઝડપથી સાજા ફરવાની પ્રાર્થના કરી હતી.

કપિલદેવની કેપ્ટન્સી હેઠળ ભારત 1983માં સૌપ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યું હતું. કપિલદેવની વય તે સમયે 23 વર્ષની જ હતી. કપિલદેવે 131 ટેસ્ટમાં 5,248 રન કર્યા છે અને 434 વિકેટ ઝડપી છે. તેની સામે 225 વન-ડેમાં 3,783 રન અને 253 વિકેટ પણ ઝડપી છે.