ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને આણંદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં આવકાર્યા હતા.
Advertisement
Advertisement
કાંતિ સોઢા પરમારે ભાજપમાં જોડાયા બાદ કહ્યુ કે, અપેક્ષા વિના ભાજપમાં જોડાયો છું, નિષ્ઠાથી ભાજપમાં કામ કરીશ, મધ્ય ગુજરાતનો વિકાસ થાય તે માટે ભાજપમાં જોડાયો છુ અને પક્ષમાં વફાદાર રહીને કામ કરવાની બાંહેધરી આપુ છુ.”
કોણ છે કાંતિ સોઢા પરમાર?
કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. કાંતિ સોઢા પરમાર અમૂલના ડિરેક્ટર છે. આણંદ તાલુકા પંચાયતના બે ટર્મ સુધી પ્રમુખ પણ રહી ચુક્યા છે. બે ટર્મ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
2022માં યોગેશ પટેલ સામે ચૂંટણીમાં કાંતિ સોઢા પરમારનો પરાજય થયો હતો. 2020માં પણ અટકળ હતી કે કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડી શકે છે. સ્થાનિકોએ મત વિસ્તારમાં અગવડોને લઇને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા અને તેમના દિકરા ઉપર એક યુવકને માર માર્યાનો આક્ષેપ લાગ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ 182માંથી 156 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીએ 5 બેઠક પર જીત મેળવી હતી. ચૂંટણી પૂર્ણ થયા પછી ફરી એક વખત અન્ય પક્ષમાંથી નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે.
Advertisement