Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…

અમદાવાદીઓ માટે Good News, આજથી ખુલશે કાંકરિયા લેક-ફ્રન્ટ પરંતુ…

0
155
  • અનલોક-5ની કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર અમદાવાદીઓ માટે સારા સમાચાર
  • 1 ઓક્ટોબરથી આજથી અમદાવાદીઓ માટે ખુલ્લું મુકાશે કાંકરિયા લેક-ફ્રન્ટ
  • કોરોના ગાઇડલાઇનનું ફરજિયાત પાલન કરવું પડશે

અમદાવાદ : શહેરીજનો માટે એક સારા સમાચાર સામે આવ્યાં છે. આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી અમદાવાદનું સુપ્રસિદ્ધ કાંકરિયા લેક ફ્રન્ટ (kankaria lake garden) મુલાકાતીઓ માટે ખુલવા જઇ રહ્યું છે. તારીખ 17 માર્ચથી કોરોનાને કારણે પ્રાણી સંગ્રહાલય બંધ કરાયું હતું. ત્યારે આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટરફ્લાય પાર્ક સહિતની જગ્યાઓ મુલાકાતીઓ માટે આજથી ખુલ્લી મુકાશે. જો કે અન્ય આકર્ષણો જેવાં કે કીડ્સ સીટી, વિવિધ રાઇડસ, અટલ એક્સપ્રેસ સહિતના મનોરંજનો હજુ બંધ રહેશે.

નોંધનીય છે કે મુલાકાતીઓને સાત ગેટમાંથી ગેટ નંબર માત્ર 1, 3 અને 4 નંબરેથી જ એન્ટ્રી મળી શકશે. એ પણ એક સાથે 1000 મુલાકાતીઓને જ એક તબક્કામાં પ્રવેશ અપાશે. જે પૈકી જેટલાં મુલાકાતીઓ બહાર નીકળશે તેટલાં બીજા મુલાકાતીઓને પ્રવેશ અપાશે. કિડ્ઝ ઝોન સહિતના અન્ય તમામ આકર્ષણો પણ હજુ બંધ જ રહેશે.

આ પણ વાંચો: હાસકારો: ટ્રેનમાં આવતાં મુસાફરોમાં કોરોના પોઝિટિવના ઘટતી જતી સંખ્યા

kankaria zoo

કઇ બાબતોની કાળજી રખાશે?

કોરોનાના કહેરને જોતા કાંકરિયા (kankaria lake garden) મુલાકાતીઓ માટે શરૂ કરતા પહેલાં સેનેટાઇઝીંગની કામગીરી કરવામાં આવી છે. મુલાકાતીઓએ કોવિડ 19ની ગાઇડ લાઇનનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. મુલાકાતીઓ વચ્ચે અંતર જળવાઇ રહે તે માટે કાંકરિયા પરિસરમાં મહત્તમ એક હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

આ ઉપરાંત અંદર પ્રવેશ કરતા પહેલા તમામ મુલાકાતીઓનું ટેમ્પરેચર મપાશે, હાથ સેનિટાઇઝ કરાશે, માસ્ક પહેરેલું હશે તો જ પ્રવેશ અપાશે. આ સાથે મુલાકાતીઓએ પોતાનો નાસ્તો અને પાણીની બોટલ પણ ઘરેથી જ સાથે લાવવી પડશે. કાંકરિયાની અંદર કોઇ જ વસ્તુનું વેચાણ નહીં થાય.

વધુમાં જણાવી દઇએ કે વોકિંગને મંજૂરી આપવામાં આવી છે. કાંકરિયા લેક-ફ્રન્ટ (kankaria lake garden) માં આજથી ચાલવા આવનારાઓ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમને કસરત કરવાની કે બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. આ ઉપરાંત તેમણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 આ પણ વાંચો: હાથરસ બાદ યુપીના બલરામપુરમાં દલિત યુવતી પર ગેંગરેપ, પીડિતાનું મોત