નવી દિલ્હી: દિલ્હીના કંઝાવલા કાંડમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. હવે નિધિના અતીત સાથે જોડાયેલી એક વાત સામે આવી છે. દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર અંજલિની મિત્ર નિધિ ગાંજાનું સપ્લાય કરતી હતી, તેની 2020માં ગેરકાયદેસર તસ્કરી વિરૂદ્ધ NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન 10 કિલો ગાંજો જપ્ત થયો હતો. 15 ડિસેમ્બર 2020માં તેને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા હતા. નિધિ 9 દિવસ સુધી જેલમાં રહી હતી.
Advertisement
Advertisement
નિધિની આગ્રા કેન્ટ સ્ટેશન પર 6 ડિસેમ્બર 2020માં ધરપકડ કરવામાં આવી હતી. તે તેલંગાણાના સિકંદરાબાદથી ગાંજો લઇને દિલ્હી જઇ રહી હતી. નિધિ દિલ્હીના સુલ્તાનપુરીની રહેવાસી છે. અંજલિના મોત મામલે નિધિના નિવેદન પર વિવાદ થયો છે. હવે સવાલ એવો પણ ઉભો થઇ રહ્યો છે કે અંતે કેમ પોલીસ નિધિને લઇને વાતોનો ખુલાસો નથી કરી રહી?
દીપક નામના યુવકે ગાંજો મંગાવ્યો હતો
આ ઘટનાને લઇને નિધિની માતાએ કહ્યુ કે તેને આ મામલે કઇ ખબર નથી કારણ કે તે એટલી ભણેલી ગણેલી નથી? નિધિએ તેને આ મામલે જણાવ્યુ હતુ. નિધિએ કહ્યુ કે ગાંજો દિલ્હીમાં રહેતા દીપક નામના એક યુવકે મંગાવ્યુ હતુ.
CCTV ફૂટેજમાં જોવા મળ્યો હતો યુવક
આ પહેલા કંઝાવલા કેસમાં બે નવા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. ફૂટેજ 31 ડિસેમ્બર એટલે કે દૂર્ઘટનાની રાતના હતા. સીસીટીવી ફૂટેજમાં અંજલિ અને તેની સહેલી નિધિ બન્ને જોવા મળતી હતી. સાથે એક યુવક પણ હતો. આ સીસીટીવી ફૂટેજમાં એક સ્કૂટી પર ત્રણ લોકો આવે છે જેમાં નિધિ, અંજલિ અને તેની સાથે એક યુવક પણ છે, જે સ્કૂટી ચલાવી રહ્યો છે.
હોટલ કર્મચારીએ દાવો કર્યો કે અંજલિ 31 ડિસેમ્બરની સાંજે હોટલ આવી હતી અને બન્નેએ રૂમ બુક કર્યો હતો. નિધિએ જણાવ્યુ કે હોટલમાં અંજલિના મિત્ર પણ આવ્યા હતા જેમાં તેનો બૉયફ્રેન્ડ પણ સામેલ હતો.
હોટલ કર્મચારીએ દાવો કર્યો કે અંજલિ અને નિધિ બન્ને નશામાં હતા અને મોડી રાત્રે બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. તે બાદ બન્ને સ્કૂટી પર જતા રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીના સુલતાનપુરીના કંઝાવલા વિસ્તારમાં 31 ડિસેમ્બરની રાત્રે જે થયુ તેને આખા દેશને ચોકાવી દીધુ હતુ. બલેનો કારે એક સ્કૂટીને ટક્કર મારી હતી અને તેની પર સવાર અંજલિ નામની યુવતીનું દૂર્ઘટનામાં મોત થયુ હતુ. શબને 12 કિલોમીટર સુધી કારે ઘસેડ્યો હતો. પોલીસે આ દૂર્ઘટનામાં બલેનોમાં સવાર પાંચ લોકોની ધરપકડ કરી હતી. દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર અંજલિનો પરિવાર આઘાતમાં છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે.
Advertisement