Gujarat Exclusive > યુથ > મનોરંજન > કનિકા કપૂરનો બીજો COVID 19 ટેસ્ટ પણ પોઝિટિવ, પ્રથમ રિપોર્ટ પર પરિવારે સવાલ ઉઠાવ્યા હતા

કનિકા કપૂરનો બીજો COVID 19 ટેસ્ટ પણ પોઝિટિવ, પ્રથમ રિપોર્ટ પર પરિવારે સવાલ ઉઠાવ્યા હતા

0
352

કોરોના વાયરસની લપેટમાં આવેલી બોલિવૂડ સિંગર કનિકા કપૂરનો બીજો કોવિડ-19 ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. કનિકાના પરિવારજનોએ પ્રથમ ટેસ્ટને લઇને સવાલ ઉઠાવ્યા હતા. કનિકાની સ્થિતિ અત્યારે સ્થિર છે.

લખનઉંની સંજય ગાંધી પીજીઆઇમાં સોમવારે કનિકાનો કોરોના વાયરસ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. અહી તેની સારવાર પણ ચાલી રહી છે. ડોક્ટર અનુસાર, કનિકાની સ્થિતિ સ્થિર છે.

પ્રથમ ટેસ્ટના રિપોર્ટમાં કેટલીક વસ્તુ ખોટી હોવાને કારણે કનિકાના પરિવારજનોએ રિપોર્ટને શંકાસ્પદ ગણાવ્યો હતો. આ રિપોર્ટમાં કનિકાનો લિંગ અને ઉંમર ખોટી લખી હતી, તેણે પુરૂષ લખવામાં આવ્યો હતો અને ઉંમર 28 વર્ષ લખેલી હતી. ટેસ્ટમાં પોઝિટિવ લખેલુ હતું.

કોઇ પણ શંકાને રૂલ આઉટ કરવા માટે પીજીઆઇમાં ફરી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પહેલા કનિકાએ હોસ્પિટલમાં મળી રહેલી સુવિધાઓને લઇને પણ આરોપ લગાવ્યા હતા, જેની પર હોસ્પિટલના તંત્રએ કહ્યું હતું કે કનિકાને સેલિબ્રિટીની જેમ વ્યવહાર કરવાની જગ્યાએ સહયોગ કરવો જોઇએ.

કનિકા 10 માર્ચે લંડનથી લખનઉં આવી હતી, તેની પર આરોપ છે કે વિદેશ યાત્રા બાદ ક્વોરંટાઇનમાં જવાની જગ્યાએ તે લોકોને મળતી રહી અને પાર્ટી કરતી રહી હતી. કનિકા મુંબઇમાં 10-12 લોકોને મળી હતી, જેને શોધવા માટે બીએમસીએ 2 ટીમ બનાવી છે. લખનઉંમાં તેણે એક ફાઇવ સ્ટાર હોટલમાં પાર્ટી કરી હતી જેમાં કેટલીક દિગ્ગજ હસ્તીઓ સામેલ થઇ હતી.

કનિકાનો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ તમામના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે નેગેટિવ આવ્યા છે. જોકે, તમામ ક્વોરંટાઇનમાં છે. કનિકા વિરૂદ્ધ બેદરકારી માટે યુપી પોલીસે કેસ પણ કર્યો છે. કનિકા વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 188, 269 અને 270 મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ લખનઉંના સીએમઓ તરફથી દર્જ કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 33, અમદાવાદમાં સૌથી વધુ