Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગનાનો રાવત પર હુમલોઃ શું ભાજપ સેનાના ગુંડા દ્વારા મારું લિન્ચિંગ થવા દે?

કંગનાનો રાવત પર હુમલોઃ શું ભાજપ સેનાના ગુંડા દ્વારા મારું લિન્ચિંગ થવા દે?

0
232

મુંબઈઃ બોલિવૂડ હીરોઇન કંગના રણોત (Kangana Ranaut) અને શિવસેના (Shivsena)ના પ્રવક્તા (Spokesperson) અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત(Sanjay raut)નો વિવાદ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. બંને બાજુ લોકો એકબીજા પર નિશાન સાધી રહ્યા છે. રવિવારે સંજય રાઉત અને કંગના રણોત ફરીથી એકબીજાની સામે આવી ગયા.

વાસ્તવમાં સંજય રાઉતે રવિવારે ભાજપ પર કંગનાને સમર્થન આપવાનો આરોપ મૂક્યો, જેણે મુંબઈની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) સાથે કરી હતી. તેના જવાબમાં બોલિવૂડની હીરોઇને રાઉતને સવાલ કર્યો કે શું ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શિવસેનાના ગુંડાઓ દ્વારા મારા પર દુષ્કર્મ થવા દેવુ જોઈએ મારી લિંચિંગ (ભીડ દ્વારા હિંસા) થવા દેવી જોઈએ?

આ પણ વાંચોઃ ગલવાન ખીણમાં ચીનના 60થી વધારે સૈનિકના મોતઃ US અખબારનો દાવો

શિવસેનાના નેતા સંજય રાઉતે પક્ષના મુખપત્ર સામનામાં લખેલા તંત્રીલેખમાં ભાજપને લક્ષ્યાંક બનાવ્યુ. રાઉતે જણાવ્યું હતું કે કંગના દ્વારા મુંબઈની તુલના પીઓકે સાથે કર્યા પછી પણ ભાજપ દ્વારા તેને ટેકો આપવામાં આવી રહ્યો છે.

તેના પછી કંગનાએ સંજય રાઉત પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે આ અત્યંત કમનસીબ બાબત છે કે ભાજપ નશીલી દવાઓ અને માફિયા રેકેટનો ભાંડો ફોડનારનું રક્ષણ કરી રહ્યુ છે, તેના બદલે ભાજપે શિવસેનાના ગુંડાઓને મારો ચહેરો બગાડી દેવા જોઈએ, દુષ્કર્મ કરવા દેવુ જોઈએ અથવા મને ખુલ્લેઆમ મારવા દેવી જોઈએ, નહી સંજયજી? તેઓ કેવી રીતે એક યુવા મહિલાની રક્ષા કરી રહ્યા છે જે માફિયાની સામે ઊભી છે.

આ પણ વાંચોઃ ભારતે ચીન સાથેનો જૂનો હિસાબ કેવી રીતે સરભર કર્યો તે જાણો

આ પહેલા શિવસેનાએ અક્ષય કુમારને પણ આ વિવાદમાં ઘસડતા જણાવ્યું હતું કે મુંબઈ અંગે એલફેલ બોલનારી કંગના રણોતને લઈને અક્ષય કુમાર કેમ કશું બોલતો નથી. જો કે અક્ષય કુમારે આમ છતાં પણ આ મોરચે હજી સુધી તેનું મોઢું ખોલ્યું નથી.

કંગના આ દરમિયાન રાજ્યપાલને મળી હતી અને તેણે જણાવ્યું હતું કે રાજનીતિ સાથે મારે કોઈ સંબંધ નથી. રાજ્યપાલે પુત્રીની જેમ મારી વાત સાંભળી અને મારા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. મને આશા છે કે મને ન્યાય મળશે. કંગના તેની બહેન રંગોલીની સાથે રાજ્યપાલને મળવા માટે પહોંચી હતી. તેણે કહ્યું હતું કે મેં રાજ્યપાલને મને થયેલા અન્યાય અંગે બધુ જણાવી દીધું છે. તેણે આ ઉપરાંત આશા વ્યક્ત કરી છે તેને થયેલા અન્યાય સામે અને બીએમસીએ તેની તોડેલી ઓફિસ સામે કોર્ટ યોગ્ય પગલા લઈને જવાબદારોને શિક્ષા કરશે.