Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > મમતા પર વાર કંગનાને પડ્યો ભારેઃ અભિનેત્રીનું ટ્વીટ એકાઉન્ડ હંમેશ માટે બંધ કરી દેવાયું

મમતા પર વાર કંગનાને પડ્યો ભારેઃ અભિનેત્રીનું ટ્વીટ એકાઉન્ડ હંમેશ માટે બંધ કરી દેવાયું

0
60

બંગાળ ચૂંટણીના પરીણામ બાદ કંગનાએ બહુ જ વાંધાજનક ટ્વીટ કરી, જેના લીધે પગલું લેવાયું

નવી દિલ્હીઃ અભિનેત્રી કંગના રણૌતનું એકાઉન્ટ ટ્વીટરે સસ્પેન્ડ (Kangana Twitter Suspended)કરી દીધુ છે. અભિનેત્રીને બંગાળ ચૂંટણીના પરીણામ બાદ સીએમ મમતા બેનરજીને ટાર્ગેટ કરવાનું ભારે પડ્યું.
ટ્વીટરે તેના પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન થવાનું જણાવી આ પગલું લીધુ છે. કંગનાએ બંગાળની ચૂંટણીના પરીણામ બાદ કેટલીક વિવાદી ટ્વીટ કરી હતી.

કંગનાની વિવાદાસ્પદ ટ્વીટ બાદ તેની સામે કેસ પણ કરવામાં આવ્યો છે. કોલકાતા પોલીસે કંગના સામે પશ્ચિમ બંગાળના લોકોની લાગણીઓ દુભાવવાના આરોપમાં ફરિયાદ નોંધી છે.

એડવોકેટે પોલીસ કમિશનરને કરી ફરિયાદ

એડવોકેટ સુમીત ચૌધરીએ ઇમેઇલ દ્વારા કોલકાતા પોલીસ કમિશનર સૌમેન મિત્રાને ફરિયાદ કરી હતી. સાથે કંગનાની ટ્વીટર (Kangana Twitter Suspended)ના ત્રણ લિંક પણ મોકલ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો કે અભિનેત્રીએ બંગાળના લોકોની લાગણીઓ દુભાવી છે અને તેમનું અપમાન કર્યું છે.

કંગનાએ ટ્વીટમાં શું લખ્યું હતું

પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કંગનાએ પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે

“પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. તેનાથી સ્પષ્ટ દેખાય છે કે હિન્દુ ત્યાં બહુમતીમાં નથી અને ડેટા મુજબ બંગાળી મુસ્લિમ બહુ ગરીબ અને વંચિત છે. સારુ છે, બીજુ કાશ્મીર બનવા જઇ રહ્યું છે.”

કંગનાએ છેલ્લા બે દિવસમાં કરેલી અનેક ટ્વીટમાંથી કેટલીક બહુ વાંધાજનક છે. જેના રિપોર્ટ બાદ કંગનાનું એકાઉન્ટ ટ્વીટરે હંમેશ માટે બંધ કરી દીધું. કંગનાએ એક ટ્વીટમાં મમત બેનરજીનું નામ લીધા વિના તેમને રાવણ નહીં તાડકા સાથે સરખાવ્યા

kangana tweet

એટલું જ નહીં ચૂંટણી પરીણામ બાદ રાજ્યમાં હિંસાને પગલે કંગનાએ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ પણ કરી, તેને આ અંગે એક વીડિયો પણ જારી કર્યો. જેમાં તે રડતી દેખાય છે.

એક ટ્વીટમાં તો કંગનાએ હદ કરી દીધી અને PM સામે પણ સવાલ ઊભા કરી દીધા. આ ટ્વીટમાં કંગનાએ લખ્યું કે

“આ બહુ ભયાવહ છે….. ગુંડાગિર્દીને મારવા માટે અમને સુપર ગુંડાગિર્દીની જરુર છે. તેણી વિકરાળ રાક્ષસ છે, તેને વશમાં કરવા માટે મોદીજી પ્લીઝ તમારો 2000 પહેલાંનો વિરાટ સ્વરુપ દેખાડો.”

kangana tweet1

kangana tweet1

આ ટ્વીટને લોકો ગુજરાતના રમખાણો સાથે જોડી રહ્યા છે. તેથી પીએમ મોદી સામે પણ સવાલ ઊભા થઇ રહ્યા છે. કારણ કે યુઝર્સે કંગનાની ટ્વીટને હિંસા અને વેર ફેલાવનારી ગણાવી છે. Kangana Twitter Suspended

ટ્વીટરે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે

“આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કંગના રણૌત સતત તેમની ‘હેટફુલ કન્ડક્ટ પોલિસી’નું ઉલ્લંઘન કરી રહી હતી. તેથી તેનું એકાઉન્ટ હંમેશ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat