Gujarat Exclusive > યુથ > મનોરંજન > ટ્વીટર સ્થગિત થતા કંગનાની ધમકીઃ “તેઓનું જીવવાનું હરામ કરીને ઝંપીશ”

ટ્વીટર સ્થગિત થતા કંગનાની ધમકીઃ “તેઓનું જીવવાનું હરામ કરીને ઝંપીશ”

0
77

કંગનાએ તાંડવનો વિરોધ કરવામાં માથું વાઢવાની વાત લખી નાંખી, હવે એક્શન

નવી દિલ્હીઃ છેવટે બેફામ કંગનાનું ટ્વીટર એક્ઉન્ટ (Kangana Twitter account) અસ્થાઇ ધોરણે પણ પ્રતિબંધિત કરી દેવાયું. તેનાથી છંછેડાયેલી કંગનાએ પોતાનો ગુસ્સો ટ્વીટર પર ઉતાર્યો છે. સાથે તેણે વિરોધ કરનારાનુંફિલ્મો દ્વ્રારા જીવવાનું હરામ કરી દેવાની ચેતવણી પણ આપી.

કંગનાએ રોષ ઠાલવતા છેલ્લે છેલ્લે પણ લખી નાંખ્યું કે,

“લિબરલ હવે તેમના કાકા જેક પાસે જઇ રડવા લાગ્યા અને મારું એકાઉન્ટ (Kangana Twitter account) અસ્થાઇ ધોરણે પ્રતિબંધિત કરાવી દીધું. તે લોકો મને ધમકાવી રહ્યા છે. મારૂં એકાઉન્ટ/વર્ચ્યુઅલ આઇડેન્ટીટી દેશ માટે ગમે ત્યારે શહીદ થઇ શકે છે. પરંતુ મારૂં રીલોડેડ દેશભક્ત વર્ઝન ફિલ્મો દ્વ્રારા પાછું આવશે… તમારું જીવવાનું ખરાબ કરીને ઝંપીશ.”

આ પણ વાંચોઃ બૉલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન ગીરની મુલાકાતે, સાસણમાં કર્યા સિંહ દર્શન

અભિનેત્રી કંગના પર ભાજપની પ્રવક્તા હોવાનો આરોપ લાગ્યો છે. કેન્દ્ર સરકાર દ્વ્રારા પણ તેને ઝેડ સુરક્ષા અપાતા લોકો હવે તેને ભાજપની નેતા તરીકે ટાર્ગેટ કરી જ રહ્યા છે. તે ટ્વીટર પર ઘણી વખતે ન બોલવાનું પણ લખી નાંખે છે.

કાયમ માટે પ્રતિબંધની ચીમકી Kangana Twitter account news

આ વખેત વધારે પડતું થઇ ગયું અને ટ્વીટરે તેનું એકાઉન્ટ(Kangana Twitter account) બંધ કરી દીધું. હાલ તો અસ્થાઇ ધોરણ પ્રતિબંધ મૂક્યો છે. સાથે ચેતવણી આપી છે કે કંગના જો આવી રીતે લખતી રહેશે તો કાયમ માટે તેનું એકાઉન્ટ પણ પ્રતિબંધિત કરી દેવાશે. પરંતુ થોડી વાર પછી તેનું એકાઉન્ટ ચાલુ થયાનું કહેવાતું હતું.

ત્યાર બાદ કંગનાએ ટ્વીટરના બોસ જેક ડોર્સીને ટેગ કરી તેનું એકાઉન્ટ બંધ કરાવનારા પર આકરા પ્રહારો કર્યા હતા. અત્યારે #SuspendKanganaRanaut પણ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

આ પણ વાંચોઃ વિવાદાસ્પદ કંગના રણૌત પર ફરી ફિલ્મની સ્ટોરી ચોરી કરવાનો લાગ્યો આરોપ

કંગના સામે કેમ આ પગલું લેવાયું……….

અભિનેત્રીએ તાંડવ વેબ સીરિઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરને સવાલો કર્યા હતા. સાથે લખ્યું હતું કે,

“ભગવાન શ્રીકૃષ્ણએ પણ શિશુપાલની 99 ભૂલો માફ કરી હતી… પહેલાં શાંતિ પછી ક્રાંતિ… આમના માથા વાઢી નાંખવાનો સમય આવી ગયો છે….જય શ્રીકૃષ્ણ.”

આ પણ વાંચોઃ શાહરુખે જ્યારે ગૌરીના પરિવારને કહ્યું હતું- હવે આ બુરખો પહેરશે, ઘરની બહાર નહીં નીકળે

કંગના(Kangana Twitter account)ની આ ટ્વીટે આગનું કામ કર્યું અને અસંખ્ય લોકોએ ટ્વીટરમાં આ અંગે ફરિયાદ કરી દીધી. જો કે પાછળથી કંગનાએ પોતાની ટ્વીટ ડ્લીટ કરી નાંખી હતી. પરંતુ ત્યાં સુધી તો એક્ટિવ સોશિયલ મીડિયા પર બહુ મોડું થઇ ગયું હતું.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9