Gujarat Exclusive > યુથ > મનોરંજન > કંગનાને હવે મહારાષ્ટ્રના લોકડાઉન સામે પણ વાંધોઃ ફોટો થકી માર્યો CMને ટોણો

કંગનાને હવે મહારાષ્ટ્રના લોકડાઉન સામે પણ વાંધોઃ ફોટો થકી માર્યો CMને ટોણો

0
78

ટ્વીટર પર અભિનેત્રી એક ફોટો શેર કરી મહારાષ્ટ્રના લોકડાઉનને તેની સાથે સરખાવ્યું

મુંબઇઃ બોલીવૂડ ક્વીન કંગના રણૌતને હવે મહારાષ્ટ્રના લોકડાઉન (Kangana Maharashtra Lockdown) સામે પણ વાંધો છે. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરી CM ઉદ્ધવ ઠાકરેનો ટોણો માર્યો. કંગનાને મહારાષ્ટ્ર સરકાર સાથે 36નો આંકડો છે. BMCએ તેની ઓફિસમાં તોડફોડ કર્યા બાદ કંગના મહારાષ્ટ્ર સરકાર સામે પ્રહાર કરવાનો કોઇ મોકો છોડતી નથી.

લોકોને ઘરોમાં રહેવા ઉદ્ધવ સરકારની તાકીદ

મહારાષ્ટ્રમાં કોરોનાએ સૌથી વધુ લોકોને સંક્રમિત કરતા શિવસેનાના નેતૃત્વ હેઠળની સરકારે મહારાષ્ટ્રમાં વીકએન્ડ લોકડાઉન કર્યુ છે. લોકોને ઘરોમાં રહેવાની તાકીદ કરી છે. પરંતુ કંગનાને ઉદ્ધવ ઠાકરેનું આ પગલું ગમ્યું નહીં હોવાનું લાગે છે. તેથી તેણે પોતાના ટ્વીટર હેન્ડલ પર એક ફોટો શેર કરી રાજ્ય સરકારને ટોણો માર્યો. કંગનાએ એક ઝૂંપડીના શેડનો ફોટો મૂક્યો છે. વાંસ પર બંધાયેલો આ શેડ ચારે બાજુથી ખુલ્લો છે. પરંતુ આગળ દરવાજો છે અને તેની સાંકળ વાસેલી છે.

આ પણ વાંચોઃ બે બાળકોની માતા કરીના કપૂરના બેડરૂમ સિક્રેટ- ‘બેડ પર સૂતા પહેલા મારે 3 વસ્તુ જોઈએ જ’

કંગનાની ટ્વીટ પર લોકોએ મજા લીધી

કંગના માત્ર ફોટો મૂકીને અટકી નહીં. તેણે ટોણો મારતા ફોટાની કેપ્શનમાં લખ્યું કે મહારાષ્ટ્રનું લોકડાઉન (Kangana Maharashtra Lockdown) પણ આવું છે. હવે કંગનાની આ ટ્વીટ પર યુઝર્સ રિએકશન આપી રહ્યા છે. કેટલાક તેને યોગ્ય બતાવી રહ્યા છે. તો કેટલાક મજા લઇ રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યું કે લાગે છે કે કંગના હવે મહારાષ્ટ્ર સરકારથી રોજ ગણી ગણીનો બદલો લઇ રહી છે.

કંગનાએ મુંબઇને POK સાથે સરખાવ્યુ હતુ

અન્ય એક યુઝરે લખ્યું કે લાગે છે કે કંગના સંજય રાઉતની ખુરશી છીનવીને જ ઝંપશે. નોંધનીય છે કે કંગના રણૌતે 2020માં મુંબઇની તુલના POK (પાક. કબજા હેઠળના કાશ્મીર) સાથે કરી હતી. ત્યાર બાદ વિવાદ સર્જાયો હતો. શિવસેના સાંસદ સંજય રાઉત અભિનેત્રીથી નારાજ થઇ ગયા હતા. ત્યાર બાદ BMCએ કંગનાની મુંબઇની ઓફિસના બાંધકામને ગેરકાયદે ગણાવી તોડફોડ કરી હતી. કંગના ત્યારે પોતાની વતન મનાલીમાં હતી. બસ ત્યારથી કંગના વાઘણ બની ગઇ છે અને સરકારને ઘેરવાની કોઇ તક છોડતી નથી. Kangana Maharashtra Lockdown

આ મામલે કંગનાએ હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. જ્યાં તેની જીત પણ થઇ. કંગનાએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પણ છોડ્યા નહતા. તેમને તોછડાઇથી સંબોધન કરી પ્રહાર કર્યા હતા. જેની ચારેબાજુ ટીકા પણ થઇ હતી.

આ પણ વાંચોઃ VIDEO: સતત અશ્લિલ મેસેજ મોકલનારા બોસને મહિલાએ મોપથી ઝૂડી નાંખ્યો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat