Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > અભિનેત્રી કંગના રણૌતને પણ કોરોનાનો ચેપ લાગ્યોઃ ટ્વીટર બાન હોવાથી ઇંસ્ટાગ્રામ પર આપી માહિતી

અભિનેત્રી કંગના રણૌતને પણ કોરોનાનો ચેપ લાગ્યોઃ ટ્વીટર બાન હોવાથી ઇંસ્ટાગ્રામ પર આપી માહિતી

0
154

છતાં અભિનેત્રી ઘાતક મહામારી અંગે કહે છેઃ આ કંઇ જ નથી માત્ર સાધારણ તાવ છે

નવી દિલ્હીઃ બોલીવૂડના વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રણૌતને પણ કોરોનાનો ચેપ (Kangana corona positive) લાગી ગયો. ટ્વીટર તેના માટે બંધ હોવાથી કંગનાએ ઇંસ્ટાગ્રામ પર આવી માહિતી આપી. અલબત્ત અહીં પણ તેણે પોતાની ટંગળી ઉપર જ રાખી છે. તેની મજરમાં કોવિડ-19 માત્ર સાધારણ તાવની બીમારી છે. હાલ તો તે જાતે ઘરમાં ડ ક્વોરન્ટાઇન થઇ ગઇ છે અને યોગા કરી રહી છે.

‘જો ડર ગયા વો’વધુ ડરી ગયોઃ કંગના

કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરતા લખ્યું કે

“છેલ્લા કેટલાક દિવસથી મને થાક અને નબળાઇ લાગતી હતી. મારી આંખોમાં પણ બળતરા રહેતી હતી. હિનાચલ જવા માટે મેં કાલે મારો ટેસ્ટ કરાવ્યો હતો. આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું જાતે ક્વોરન્ટાઇન થઇ ગઇ છું. મને સહેજ પણ ખબર ન પડી કે આ વાઇરસ મારા શરીરમાં છે. હવે મને ખબર છે કે આને કેવી રીતે ખતમ કરીશ.”

 

આ પણ વાંચોઃ શિલ્પા શેટ્ટીનો પરિવાર કોરોનાથી સંક્રમિત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

કંગનાએ પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું કે

“જો તમે ડરી ગયા તો આ તમને વધુ ડરાવશે. આવો આ કોવિડને ખતમ કરીએ. આ કંઇ પણ નથી. માત્ર એક સાધારણ તાવ (Kangana corona positive)છે. જેને બહુ દબાવવામાં આવ્યો હતો, હવે તે કેટલાક લોકો પર છે, હર હર મહાદેવ.”</

કંગના સામે કોલકાતા હેટસ્પીચનો નોંધાયોનો છે કેસ

નોંધનીય છે કે થોડા દિવસો પહલાં બંગાળની ચૂંટણીના આવેલા પરીણામો બાદ કંગનાએ વાંધાજનક અને વિવાદી ટ્વીટ્સ કરી હતી. જેથી ટ્વીટરે તેનું સત્તાવાર એક્ઉન્ટ હંમેશ માટે બંધ કરી દીધું.

તેની સામે તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા ઋજુ દત્તાએ પણ કોલકાતા ઉલ્ટાડાંગા પોલીસ મથકમાં FIR નોંધાવી છે. તેના પર ઉશ્કેરણીજનક ભાષણોનો કેસ નોંધાયો છે. કંગના પર આરોપ છે કે તેણે બંગાળમાં સાંપ્રદાયિક હિંસા ભાડકાવવા અને મુખ્યમંત્રી મમતા બેનરજીની છબી ખરાબ કરવાનું કામ કર્યું. Kangana corona positive1

આ અહેવાલને પગલે કંગનાએ પણ જવાબમાં કહ્યું કે હું તમારાથી ડરવાની નથી કે ચુપ પણ રહેવાની નથી. એટલે ટ્વીટર બાન પછી પણ કંગનાના તેવર બદલાયા નથી.

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં ઓક્સિજન-બેડ ખૂટી પડતા અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું- ‘વડાપ્રધાનને બદલો’!

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat