Gujarat Exclusive > યુથ > લાઈફ સ્ટાઇલ > કંગનાએ હવે ઊઠાવ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર સવાલઃ આટલું બધુ કહી દીધું

કંગનાએ હવે ઊઠાવ્યા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર સવાલઃ આટલું બધુ કહી દીધું

0
221

કંગનાએ એક બાજુ બ્રિટિશ રાણીના વખાણ કર્યા, બીજી બાજુ બાપુ પર આંગળી ચિંધી

મુંબઇઃ કાયમ વિવાદોમાં રહેતી અભિનેત્રી કંગના રણૌતે હવે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Kangana Attack Bapu)પર પત્ની અને બાળકો સાથે ખરાબ વ્યવહાર કરવાના હવાલો ટાંકી તેમના પર સવાલ ઊઠાવ્યા છે. કંગનાએ સોશિયલ મીડિયા પર એક બાજુ બ્રિટનના રાણી એલિઝાબેથનું નામ લીધા વિના તેમના વખાણ કર્યા, તો બીજી બાજુ મહાત્મા ગાંધી સામે આંગળી ચિંધી છે.

કંગનાએ તેની ટેવ મુજબ ટ્વીટરનો સહારો લેતા લખ્યું કે મહાત્મા ગાંધી પર પોતાના જ બાળકો દ્વારા ખરાબ પિતા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અનેક સ્થળે તેનો પણ ઉલ્લેખ છે કે તેઓ (ગાંધીજી) પોતાની પત્નીને શૌચાલય સાફ નહીં કરવાના મામલે ઘેરથી બહાર કાઢી મૂકતા હતા. તેઓ એક મહાન નેતા હતા. જે એક મહાન પતિ બની શકતા નહતા.

આ પણ વાંચોઃ તાપસીની ટ્વીટ પર કંગના રનૌત ભડકી, કહ્યુ- ‘તમે હંમેશા સસ્તા જ રહેશો’

કંગનાએ પહેલાં બ્રિટિસ શાહી પરિવારનો કર્યો ઉલ્લેખ

કંગના રણૌતે પ્રિન્સ હેરી અને તેમનાં પત્ની મેગન મર્કેલના ચર્ચા જગાવનારા ઇન્ટરવ્યૂ પર ટ્વીટ કરી હતી. તેની સાથે જ તેણે મહાત્મા ગાંધી (Kangana Attack Bapu) પર નિશાન સાધ્યું હતું અને તેઓના એક સારા પિતા અને પતિ હોવા સામે સવાલ ઊઠાવ્યા.

કંગનાએ બ્રિટનના શાહી પરિવારના વિવાદનો ઉલ્લેખ કરી ટ્ટીટ લખી કે,

“થોડા દિવસોથી લોકોએ એક પરિવાર પર એક તરફી વાર્તા સાંભળી ગોસિપ કર્યા, જજ કર્યું, ઓનલાઇન લિંચિંગ કર્યું. મેં ક્યારેય સાસ, વહુ અને સાજીસ જેના ઇન્ટરવ્યૂ નથી જોયા. કારણ કે આ વસ્તુઓ મને ઉત્સાહિત કરતી નથી. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે સમગ્ર વિશ્વમાં તેઓ એક માત્ર મહિલા શાસક બચ્યાં છે.”

કંગનાએ આ મામલે બીજી ટ્વીટમાં લખ્યું કે,

“સંભવ છે કે તેઓ એક આદર્શ MIL/પત્ની/બહેન ન હોઇ શકે. પરંતુ તેઓ એક મહાન રાણી છે. તેમણે પોતાના પિતાના સ્વપ્નને પુરું કર્યું. તેમણે ક્રાઉન બચાવ્યું. આપણે જીવનની દરેક ભૂમિકા પરફેક્શન સાથે અદા કરી શકતા નથી. પછી ભલે તેના માટે આપણે સક્ષમ હોઇએ. તેમણે આજે તાજ બચાવ્યો. તેમને રાણીની જેમ જ રિટાયર થવા દો.”

આ બે ટ્ટીવ પછી કંગનાએ બાપુને ટાર્ગેટ કરતા લખ્યું કે

“મહાત્મા ગાંધી પર પોતાના જ બાળકો દ્વારા ખરાબ પિતા હોવાના આરોપ લાગ્યા હતા. ઘણી જગ્યાઓ તેનો પણ ઉલ્લેખ છે કે તેઓ  (Kangana Attack Bapu)પોતાની પત્નીને શૌચાલય સાફ કરવાનું ઇનકાર કરવાને કારણે ઘરની બહાર કાઢી મૂકતા હતા. તેઓ એક મહાન નેતા હતા, જે એક મહાન પતિ બની શકતા નહતા. છતાં દુનિયા માફ કરી દે છે, જ્યારે વાત એક પુરુષની આવે છે.”

આ પણ વાંચોઃ નેટફ્લિક્સને 24 કલાકમાં Bombay Begumsનું પ્રસારણ બંધ કરવા આદેશ

મર્કેલે ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું

હોલીવૂડ સ્ટાર ઓપ્રા વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં બ્રિટનના પ્રિનસ હેરીનાં પત્ની મેગન મર્કેલ જણાવ્યું હતું કે

શાહી પરિવાર સાથે સમય વિતાવતી વખતે તેમને સ્યુસાઇડ કરવાનો વિચાર આવતા હતા. તેઓ સહેજ પણ જીવવા માંગતા નહતાં. તેમની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે શાહી પરિવાર પર વિશ્વાસ મૂક્યો. શાહી પરિવારે વચન આપ્યું હતું કે તેમને કાયમ સુરક્ષિત રાખવામાં આવશે. પરંતું એવું ક્યારેય થયું નહીં. એટલું જ નહીં હેરીએ પણ કહ્યું હતું કે જો પ્રિસેસ ડાયના આજે હોત તો તેઓ શાહી પરિવારમાં જે થયું તેનાથી ખફા હોત.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat