Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > પાકિસ્તાનને ચોરીછૂપીથી પરમાણુ મિસાઈલનો સામાન મોકલવાની ચીનની ચાલનો પર્દાફાશ!

પાકિસ્તાનને ચોરીછૂપીથી પરમાણુ મિસાઈલનો સામાન મોકલવાની ચીનની ચાલનો પર્દાફાશ!

0
717

નવી દિલ્હી/ભૂજ: ચોરીછૂપી રીતે પાકિસ્તાનને પરમાણુ શક્તિ સંપન્ન કરી રહેલા તેના સદાબહાર મિત્ર ચીનના ભારત વિરૂદ્ધ નાપાક ઈરાદાઓને ફરીથી પર્દાફાશ થયો છે. ભારતીય કસ્ટમ વિભાગના અધિકારીઓએ ગુજરાતના કંડલા પોર્ટ પરથી ચીનના એક જહાજને કબ્જે લીધું છે. જહાજ પર હૉંગકૉંગનું રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે અને તે કરાંચીના કાસિમ બંદરે જઈ રહ્યું હતું. કસ્ટમ દ્વારા પકડવામાં આવેલા આ જહાજમાં મિસાઈલ લોન્ચનો સામાન મળી આવ્યો છે.

કરાંચી જઈ રહેલા આ જહાજને 3 ફેબ્રુઆરીએ અટકાવવામાં આવ્યું હતું. જે બાદ કંડલા પોર્ટ પર ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઝેશન (DRDO)ના અધિ્કારીઓ તેની તપાસ કરી રહ્યાં છે. DRDO જલ્દી ન્યૂક્લિયર વૈજ્ઞાનિકોની ટીમને કંડલા મોકલશે, જેથી તેની વધારે ઊંડાણ પૂર્વક તપાસ થઈ શકે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ જહાજ ચીનના જિયાંગ્સૂ પ્રાંતની યાંગત્સે નદીથી ઉપડ્યું હતું જેને કંડલા બંદરે અટકાવવામાં આવ્યું હતું. આ શિપની જાણકારી રાષ્ટ્રીય સુરક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓને પણ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે આ અંગે વધારે જાણકારી આપવાનો ઈન્કાર કર્યો છે. જો કે હિંદૂસ્તાન ટાઈમ્સમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે, આ જહાજનું નામ CUIYUN છે.

DRDOના એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, વૈજ્ઞાનિકોની એક ટીમ સોમવારે સાંજે કંડલા બંદરે પહોંચી જશે અને તેની તપાસ કરશે. જો આ ટીમ પણ પ્રથમ ટીમની તપાસને યોગ્ય ઠેરવશે, તો કસ્ટમ વિભાગ આ જહાજને ટાંચમાં લેશે.

તમામ લિસ્ટેડ શિપની ગતિવિધિઓની મૈપિંગ કરનારી વેબસાઈટ marinetraffic.comના જણાવ્યા પ્રમાણે, CUIYUN ચીનના જિયાંગ્સૂ પ્રાંતથી 17 જાન્યુઆરી 2020એ રવાના થયું હતું. 3 ફેબ્રુઆરી, 2020થી તેનું લોકેશન કંડલા બંદર પર છે. આ જહાજનું વજન 28341 ટન ઠે. બંદરની જેટી-15 પર તેને પાર્ક કરવામાં આવ્યું છે. આ જહાજમાં કુલ 22 ક્રુ મેમ્બર સવાર હતા. આ જહાજના કાર્ગોમાં ઓટો ક્લેવ મળી આવ્યો ચે. જે એક ખાસ પ્રકારનું બોક્સ હોય છે. જેમાં ન્યૂક્લિયર પદાર્થો લઈ જવામાં આવે છે.

આ જહાજ પકડાયા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. જેનું કારણ એ છે કે, પાકિસ્તાન અને ચીનના ન્યૂક્લિયર સબંધો 1989થી છે. તે સમયે પાકિસ્તાને ચીન પાસેથી M-11 બૈલિસ્ટિક મિસાઈલ ખરીદવાનો કરાર કર્યો હતો. ચીન નિર્મિત M-11 મિસાઈલ 300 કિલો મીટરના દૂર સુધી 500 કિલો ગ્રામના પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે.

AGR કેસ: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ એરટેલે ટેલિકૉમ વિભાગને ₹ 10 હજાર કરોડ ચૂકવ્યા