Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકા: ભારતીય મૂળના કમલા હૈરિસ બન્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકા: ભારતીય મૂળના કમલા હૈરિસ બન્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

0
154
  • ડેમોક્રેટ્સ તરફથી કમલા હશે વાઈસ પ્રેસિડન્ટ પદની ઉમેદવાર

  • જે બિડેનની જાહેરાત બાદ ભારતીય-અમેરિકનોમાં ઉત્સાહ

વૉશિંગ્ટન: અમેરિકામાં કોરોના વાઈરસ (Corna Virus)ના સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US President Election) માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા મંગળવારે ડેમોક્રેટ્સ પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન (Joe Biden)એ પોતાના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે.

જે બિડેનએ જાહેરાત કરી કે, ભારતીય મૂળની સિનેટર કમલા હૈરિસ (Kamala Harris) ડેમોક્રેટ્સ પાર્ટી તરફથી વાઈસ પ્રેસિડન્ટ પદની ઉમેદવાર કરશે. 51 વર્ષની કમલા હૈરિસ કેલિફોર્નિયાથી અમેરિકન સિનેટ છે. સિનેટમાં ચૂંટાઈને આવનાર તે રાજ્યની પ્રથમ અશ્વેત અને એશિયન સભ્ય છે.

કોણ છે કમલા હૈરિસ?
કમલાની માતા મૂળ ચેન્નઈના છે, જ્યારે પિતા જમૈકાના છે. કેલિફોર્નિયાની સિનેટર કમલા હૈરિસ એક સમયે ડેમોક્રેટિક્સ તરફથી બિડેનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટક્કર આપી રહી હતી. જો કે રાષ્ટ્રપતિ પદ માટે બિડેનની પસંદગી થયા બાદ એવી અટકળો હતી કે, વાઈસ પ્રેસિડન્ટ માટે કમલા હૈરિસનું જ નામ સૌથી મોખરે રહેશે.

મંગળવારે 77 વર્ષના બિડેને ટ્વીટર પર જણાવ્યું કે, મને આ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે, મેં મારી સાથે ચાલનાર સાથી તરીકે કમલા હૈરિસ જેવી બહાદૂર યોદ્ધાની પસંદગી કરી છે.

જેના જવાબમાં કમલાએ પણ હૈરિસનો આભાર માનતા લખ્યું કે, જો બિડને આપણા માટે સંઘર્ષ કરતાં પોતાનું સમગ્ર જીવન ખપાવી દીધુ છે. અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે તેઓ એક એવો દેશ બનાવશે, જે આપણા આદર્શો પર ખરો ઉતરશે. એજ છે, જે અમેરિકન લોકોમાં એકતા કાયમ રાખી શકે છે.

મને ગર્વ થઈ રહ્યો છે કે, પાર્ટીએ મને તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નોમિનેટ કરી છે. હું તેમને કમાન્ડર ઈન ચીફ બનાવવા માટે પૂરી મહેનત કરીશ.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી અમેરિકામાં અશ્વેત લોકો અને એશિયન કૉમ્યુનિટી તરફથી ડૉનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ આંદોલન છેડાયું છે. એવામાં આશા રાખી શકાય છે કે, કમલા હૈરિસ આ પોઝિશન માટે એકદમ ફિટ છે.