Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રોમીયોએ હદ વટાવી, સ્વરૂપવાન યુવતીના મોં પર સિગારેટ ધુમાડો કાઢી એસિડ ફેંકવાની ધમકી આપી

રોમીયોએ હદ વટાવી, સ્વરૂપવાન યુવતીના મોં પર સિગારેટ ધુમાડો કાઢી એસિડ ફેંકવાની ધમકી આપી

0
181

અમદાવાદ: કાલુપુર ટંકશાળ પાસે શનિવારે રાત્રે પસાર થતી 24 વર્ષીય સ્વરૂપવાન યુવતીને રોકી આધેડ રોમિયોએ હદ વટાવી હતી. આરોપીએ યુવતીના મોં પર સિગારેટનો ધુમાડો કાઢી આરોપીએ ધમકી આપતા કહ્યું કે, આ બાબતે કોઈને વાત કરી તો હું તારી પર એસિડ ફેંકીશ. યુવતીએ ઘરે જઈ માતા પિતાને વાત કરી હતી. યુવતી અને તેના પરિવારે છટકું ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો. જો કે જાહેર રોડ પર આરોપીએ યુવતીની માતાને પણ માર મારી ઇજાઓ કરી હતી.

કાલુપુરના પાંચપટ્ટી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય રેહાના (નામ બદલ્યું છે) ગાંધી રોડ પરની દુકાનમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે. શનિવારે રાત્રે 8.15 વાગ્યે રેહાના નોકરીથી ઘરે પરત ફરી હતી. તે સમયે કાલુપુર ટંકશાળ પાસે 15 દીવસથી રેહાનાનો પીછો કરતા અને સોદાગરની પોળમાં રહેતાં રિક્ષા ડ્રાઈવર આરોપી આરીફ જમાલ મન્સૂરી (ઉં,40)એ યુવતીને રોકી હતી. આરીફે સિગારેટનો ધુમાડો રેહાનાના મોં પર ફેંકી ધમકી આપી કે, આ બાબતે કોઈને વાત કરીશ તો હું તારી પર એસિડ એટેક કરીશ.

આ પણ વાંચો: સગાઈ તૂટી જતા પૂર્વ મંગેતરે યુવતિ પર 11 દિવસ દુષ્કર્મ આચર્યું

રેહાનાએ આ અંગે ઘરે જઈ માતા પિતાને વાત કરી હતી. તે જ દીવસે રેહાના ફરી ટંકશાળ વિસ્તારમાંથી નિકળી હતી. આરોપીએ પીછો કરતા રેહાનાની માતાએ આરોપીને પકડી કેમ મારી છોકરીને હેરાન કરે છે. આથી ઉશ્કેરાયેલા આરોપી આરીફે રેહાનાની માતાને અપશબ્દો બોલી માર મારવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકો અને પરિવારના સભ્યોએ ભાગવાનો પ્રયાસ કરતા આરીફ મન્સૂરીને ઝડપી લીધો હતો. આરીફએ લોકોને ધમકી આપી કે, હું સલીમ ચાંદનો ભાઈ છું,મારું કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટિંગ છે. મારું કોઈ કઈ નહીં બગાડી શકે.

એસિડ એટેકની ધમકી આપનાર આરોપી આરીફને સ્થાનિકોએ કાલુપુર પોલીસને સોંપ્યો હતો. આરીફ પરિણીત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.કાલુપુર પોલીસે આરોપી વિરુદ્ધ રેહાનાની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.