Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદનની ગેરકાયદે બિલ્ડિંગ પર AMCનો બુલડોઝર

જુહાપુરાનો કુખ્યાત કાલુ ગરદનની ગેરકાયદે બિલ્ડિંગ પર AMCનો બુલડોઝર

0
198

જુહાપુરાના કુખ્યાત કાલુ ગરદનની ગેરકાયદે બિલ્ડિંગ પર એએમસીએ તવાઈ મચાવી છે. કાલુ ગરદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. જેને ડીસીપી પ્રેમસુખ ડેલુએ તોડાવી નાખ્યું હતું અને તેની સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

જુહાપુરાના કુખ્યાત મોહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદને સંકલિત નગર પાસે આવેલા ગ્રાઉન્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ઉપરાંત અન્ય બે જગ્યા વેજલપુર અને સંકલિતનગરમાં પણ આવેલી કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે બે માળની બિલ્ડીંગ ઉભી કરી દીધી હતી.

ડીસીપીના ધ્યાને આવતા કાલુ ગરદનને મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી નોટિસ આપવા છતાં બાંધકામ ન તોડતાં બંદોબસ્ત સાથે તેણે કરેલા ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી અને બાંધકામ કરી દેતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)